
અયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો...
આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણ પર ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. 5 જજોની બંધારણીય પીઠે સવારે 10.30 વાગે સર્વસંમતિથી પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે વિવાદિત 2.77 એકર જમીન રામલલા વિરાજમાનને આપી દેવામાં આવે, મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવવામાં આવે અને આની યોજના તૈયાર કરવામાં આવે. ચીફ જસ્ટીસે મસ્જિગ બનાવવા માટે મુસ્લિમ પક્ષને 5 એકર વૈકલ્પિક જમીન આપવાની વાત કહી છે.
આ ઐતિહાસિક ચુકાદા બાદ ચારે તરફથી પ્રતિક્રિયાઓનો દોર પણ ચાલુ થઈ ગયો છે, આ ક્રમમાં જાણીતા કવિ કુમાર વિશ્વાસે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ઘણી ચોપાઈ લખીને લોકોને શાંતિ જાળવી રાખવાન અપીલ કરી છે. કુમાર વિશ્વાસે આ બાબતે ઘણા ટ્વિટ કર્યા છે. તેમણે લખ્યુ છે કે મારા રામ 😢😢 કંઈ બોલી નથી શકતો ❤️, તેમનુ આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બની ગયુ છે.
દેશમાં હાઈ એલર્ટ, શાળા કોલેજો બંધ
તમને જણાવી દઈએ કે શુક્રવારે ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) તરફથી આ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદથી દેશમાં હલચલ વધી ગઈ હતી. બધા રાજ્યોમાં પોલિસ એલર્ટ પર છે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં શાળા કોલેજ સોમવાર સુધી માટે બંધ કરવામાં આવી છે. વળી, મધ્ય પ્રદેશ તેમજ દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોણ છે રામલલા વિરાજમાન જેમને સુપ્રીમ કોર્ટે આપી દીધી વિવાદિત જમીન, જાણો આખી કહાની
मेरे राम 😢😢 कुछ नहीं बोल पा रहा ❤️🙏
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
#AYODHYAVERDICT
साथ जीने की विरासत ही सँभाली जाए ,
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
और मुहब्बत की रिवायत भी बचा ली जाए,
फ़ैसला जो भी हो बस इतना सावधान रहें ,
मज़हबी आग पर नफ़रत न उबाली जाए..!❤️#AyodhyaHearing 🇮🇳
#AYODHYAVERDICT pic.twitter.com/thzT9SRgNK
साथ जीने की विरासत ही सँभाली जाए ,
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
और मुहब्बत की रिवायत भी बचा ली जाए,
फ़ैसला जो भी हो बस इतना सावधान रहें ,
मज़हबी आग पर नफ़रत न उबाली जाए..!❤️#AyodhyaHearing 🇮🇳
#AYODHYAVERDICT pic.twitter.com/thzT9SRgNK
प्रबिसि नगर कीजे सब काजा।
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
हृदय राखि कौसलपुर राजा।❤️🙏🇮🇳 https://t.co/Z4NvbTGlIa