For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં જોરદાર વિનાશ સર્જી રહ્યુ છે નિસર્ગ વાવાઝોડુ, જુઓ ફોટા

મહારાષ્ટ્ર કોરોનાના કહેરથી પહેલેથી જ ગંભીર રીતે પ્રભાવિત હતુ. આ દરમિયાન બુધવારે નિસર્ગ તોફાને વિનાશ સર્જવા આવી પહોંચ્યુ. જુઓ ફોટા...

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર કોરોનાના કહેરથી પહેલેથી જ ગંભીર રીતે પ્રભાવિત હતુ. આ દરમિયાન બુધવારે નિસર્ગ તોફાને વિનાશ સર્જવા આવી પહોંચ્યુ. જેના કારણે રાયગઢ, ઠાણે, મુંબઈ, પાલઘરમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડુ જે વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યુ છે ત્યાં વિનાશના નિશાન છોડતુ જઈ રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાએ રાયગઢને પાર કરી લીધુ છે. આ સાથે જ મુંબઈ અને ઠાણેમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

એક લાખ લોકો રેસ્ક્યુ

એક લાખ લોકો રેસ્ક્યુ

વળી, એનડીઆરએફની 43 ટીમો રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ છે. જેના કારણે અત્યાર સુધી એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી ચૂક્યા છે. વળી, ભારે પવનના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. વાવાઝોડાથી ઘણા મકાનો અને વાહનોને પણ નુકશાન પહોંચ્યુ છે.

વૃક્ષો પડવાથી રસ્તા બંધ

વૃક્ષો પડવાથી રસ્તા બંધ

વૃક્ષો પડવાથી ઘણા રસ્તા પણ બંધ થઈ ગયા છે જેના કારણે એનડીઆરએફની ટીમો વૃક્ષો હટાવીને રસ્તો ખોલવાના કામમાં લાગી ગઈ છે. જેથી રાહત કાર્યોને ચાલુ રાખી શકાય. વળી, બ્લેક આઉટથી બચવા માટે વિજળીના તારોને પણ રિપેર કરવામાં આવી રહ્યા છે.

ઘરોમાં રહેવાની અપીલ

ઘરોમાં રહેવાની અપીલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. સાથે જ સમુદ્ર તટ પાસે અવરજવર રોકવા માટે પ્રશાસને કલમ 144 લાગુ કરી દીધી છે.

mumbai 1

mumbai 2

mumbai 3
mumbai 4

mumbai 5

mumbai 5

ફૂટબૉલ ગ્રાઉન્ડથી પણ મોટો ઉલ્કાપિંડ આજે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે, નાસાએ આપી ચેતવણીફૂટબૉલ ગ્રાઉન્ડથી પણ મોટો ઉલ્કાપિંડ આજે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે, નાસાએ આપી ચેતવણી

English summary
See the pics of heavy loss in Maharashtra due to Cyclone Nisarga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X