સેહવાગે પંતને જલ્દી ઠીક થવા કરી પ્રાર્થના, કહ્યું- તમે એક ચેમ્પિયન ખેલાડી છો, જલ્દી સ્વસ્થ થાઓ

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઋષભ પંત શુક્રવારે સવારે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો.

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઋષભ પંત શુક્રવારે સવારે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પંતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સેહવાગે પંતને લઇ કર્યું ટ્વિટ

સેહવાગે પંતને લઇ કર્યું ટ્વિટ

રિષભ પંતના અકસ્માતના સમાચાર સામે આવતા જ ફેન્સ સોશિયલ મીડિયા પર તેની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ પંત વિશે ટ્વિટ કર્યું છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે પ્રિય પંત, જલ્દી સ્વસ્થ થાઓ. આ સિવાય ક્રિકેટ ચાહકો પણ ઋષભ પંતના સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

પંતને થઇ ગંભીર ઇજાઓ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રિષભના માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી ડોક્ટર તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પંતની કારની જે તસવીર સામે આવી છે તેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ દુર્ઘટના ખૂબ જ ભયાનક હશે. પંતની હાલની સ્થિતિને જોતા કહી શકાય કે તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકશે નહીં.

તમે એક ચેમ્પિયન ખેલાડી, મહાદેવ તમને જલ્દી ઠીક કરે

સોશિયલ મીડિયા પર એક પ્રશંસકે પંત વિશે લખ્યું કે તમે ચેમ્પિયન ખેલાડી છો, મહાદેવ તમારો ઈલાજ કરશે. તે જ સમયે, એક ચાહકે લખ્યું કે ક્રિકેટર ઋષભ પંતની કારનો અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અમે બધા પંતના ઝડપથી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એક પ્રશંસકે લખ્યું કે દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે પંતની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ઋષભ પંત અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, હું બાબા કેદારને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X