For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાનાના વરિષ્ઠ કોંગ્રેસ નેતા બોલ્યા, પ્રિયંકા ગાંધીને સોંપો કમાન

રાહુલના અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય બાદ તેલંગાના કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને અપીલ કરી છે કે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીની કમાન સંભાળવા દેવામાં આવે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીની કમાન છોડવા માટે પ્રતિબદ્ધ છે અને તે પોતાનુ વલણ બદલવાના બિલકુલ પણ મૂડમાં નથી. રાહુલના આ નિર્ણય બાદ તેલંગાના કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને અપીલ કરી છે કે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીની કમાન સંભાળવા દેવામાં આવે. ચાર વાર ધારાસભ્ય રહેલા શશિધર રેડ્ડીએ કહ્યુ કે પાર્ટી કેડરે રાહુલ ગાંધીના નિર્ણયનું સમ્માન કરવુ જોઈએ. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી પાર્ટીના મોટા નેતૃત્વની હોવી જોઈએ.

rahul-priyanka

નેતૃત્વમાં પૂરો ભરોસો

તમને જણાવી દઈએ ક રેડ્ડી નેશનલ રજિસ્ટાર મેનેજમેન્ટ ઑથોરિટીના વાઈસ ચેરમેન હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂરો ભરોસો છે પરંતુ તે તેમના મંતવ્યનું સમ્માન કરે છે માટે પાર્ટીએ નવા અધ્યક્ષ શોધવા જોઈએ. પાર્ટીએ આગળ વધવુ જોઈએ. દેશભરમાં કોંગ્રેસની ઉપસ્થિતિને ભાજપ સામે ઉપયોગ કરવી જોઈએ. જો કે અમે લોકસભા ચૂંટણીમાં વધુ સીટો નથી જીતી પરંતુ અમારી ઉપસ્થિતિ દેશભરમાં છે અને તેનો ઉપયોગ કરવો જોઈએ.

નહેરુ-ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ એક

રેડ્ડીએ કહ્યુ કે રાહુલ ગાંધીના નિર્ણયનું અમે સમ્માન કરીએ છીએ. મને લાગે છે કે જલ્દી નિર્ણય લેવો જોઈએ. પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર થવાનુ છે કે જે વર્ષના અંતમાં થવાની છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એમ ચન્ના રેડ્ડીના પુત્ર શશિધર રેડ્ડીએ કહ્યુ કે પાર્ટી આટલા લાંબા સમય સુધી એક રહી આનુ કારણ છે નહેરુ-ગાંધી પરિવારે તેનુ નેતૃત્વ આપ્યુ. અમુક લોકો આને વંશવાદ કહી શકે છે પરંતુ આ રીતે જ કોંગ્રેસ આગળ વધી છે. એવામાં જો રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના નામ માટે રાજી થશે તો અમે ખુશ થઈશુ.

બદલાવની જરૂર

આ સાથે જ રેડ્ડીએ પાર્ટીની અંદર સંપૂર્ણ બદલાવની વકીલાત કરી છે. તેમણે કહ્યુ કે ઘણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમુક પદો પર લાંબા સમયથી બેઠા છે. તેમણે હવે નવા લોકો માટે ખુરશી છોડી દેવી જોઈએ. આ વરિષ્ઠ નેતાઓને પાર્ટીના સલાહકાર બોર્ડમાં શામેલ કરવા જોઈએ જેમ કે ભાજપમાં માર્ગદર્શક મંડળમાં હોય છે.

આ પણ વાંચોઃ પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં આરોપીએ કર્યો નવો ખુલાસોઆ પણ વાંચોઃ પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં આરોપીએ કર્યો નવો ખુલાસો

English summary
Senior Telanagana Congress leader says Priyanka Gandhi should be given charge of party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X