જમ્મુમાં આર્મીનું સઘન ચર્ચ ઓપરેશન

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જમ્મુમાં આર્મીનું સઘન ચર્ચ ઓપરેશન

જમ્મુમાં આર્મીનું સઘન ચર્ચ ઓપરેશન

શનિવારે જમ્મુ કાશ્મીરના પુલવામાંના એક ઘરમાં એન્કાઉન્ટર દરમ્યાન કેટલાક ઘુસણખોરો છુપાયા હતા. તેમને શોધવા માટે આર્મી દ્વારા આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં બોરવેલમાં ફસાયેલું બાળક, સારવાર હેઠળ

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં બોરવેલમાં ફસાયેલું બાળક, સારવાર હેઠળ

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક નાનકડા ગામમાં બે વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતુ. જેને 18 કલાકની મહામહેનત બાદ શનિવારે બહાર કાઢવામાં આવ્યું હતુ. ત્યારબાદ આ બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતુ.

શિવ સૈનિકો દ્વારા શિવાજી મહારાજની મૂર્તિનું બળજબરી પૂર્વક અનાવરણ

શિવ સૈનિકો દ્વારા શિવાજી મહારાજની મૂર્તિનું બળજબરી પૂર્વક અનાવરણ

મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે શિવ સૈનિકો દ્વારા શિવાજીની મૂર્તિનું બળજબરી પૂર્વક અનાવરણ કરવામાં આવ્યું હતુ.

મધ્યપ્રદેશના જાબુઆમાં રેસ્ટોરન્ટમાં દુર્ઘટના

મધ્યપ્રદેશના જાબુઆમાં રેસ્ટોરન્ટમાં દુર્ઘટના

મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના પેટલાવાદ શહેરની એક રેસ્ટોરન્ટમાં ગેસ સિલીન્ડર ફાટતા એક દુર્ઘટના થઈ હતી. જ્યાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

વાઘની રમત

વાઘની રમત

સુરતના ઝૂમાં શનિવારે વાઘ અને વાઘનું બચ્ચું મસ્તીના મૂડમાં કેમેરામાં કેદ થયા હતા.

ગણેશમહોત્સવની તૈયારીઓ

ગણેશમહોત્સવની તૈયારીઓ

દેશ આખાયમાં ઠેરઠેર ગણેશ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ચેન્નાઈમાં સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનમાં ગણેશોત્સવ માટે મુંબઈથી ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી છે.

23 સપ્ટેમ્બરે ક્રિકેટર અભિમન્યુ મિથુન કરશે લગ્ન

23 સપ્ટેમ્બરે ક્રિકેટર અભિમન્યુ મિથુન કરશે લગ્ન

ટીમ ઈન્ડીયાના ઉભરતા સ્પીનર અભિમન્યુ મિથુન આગામી 23 સપ્ટેમ્બરના રોજ લગ્નના બંધને બંધાશે. અભિમન્યુ મિથુન સાઉથ ઈન્ડીયન અભિનેત્રી રાધિકાની દિકરી સાથે લગ્ન કરશે. બંનેએ હાલમાં જ સગાઈ કરી છે.

પાસીંગ આઉટ પરેડ બાદ સેલીબ્રેશન

પાસીંગ આઉટ પરેડ બાદ સેલીબ્રેશન

ચેન્નાઈમાં શનિવારે ઓફીસર્સ ટ્રેનીંગ એકેડેમીમાં પાસીંગ આઉટ પરેડ હતી. પાસીંગ આઉટ પરેડ બાદ ઓફીસર્સે સેલીબ્રેશન કર્યું હતુ.

નાસિકમાં બીજુ સ્નાહી સ્નાન, શ્રદ્ધાળુઓના ઘોડાપુર

નાસિકમાં બીજુ સ્નાહી સ્નાન, શ્રદ્ધાળુઓના ઘોડાપુર

નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં આજે રવિવારે બીજુ શાહી સ્નાન થયું. ગોદાવરીમાં શ્રદ્ધાની ડુબકી લગાવવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યાં હતા. તો શાહી સ્નાનને લઈને સુરક્ષાના પણ સઘન બંદોબસ્ત કરવામાં આવ્યા હતા.

કેજરીવાલને પણ દિલ્હીમાં લાગે છે ડર

કેજરીવાલને પણ દિલ્હીમાં લાગે છે ડર

રાજધાની દિલ્હીને મહિલા સુરક્ષા માટે સૌથી મોટો મુદ્દો બનાવનાર આમ આદમી પાર્ટી હજી સુધી દિલ્હીને મહિલાઓ માટે સુરક્ષિત નથી કરી શકી. હકીકત તો એ છે કે સામાન્ય લોકોને તો દિલ્હીમા ડર લાગે જ છે, સાથે સીએમ કેજરીવાલને પણ દિકરી ઘરે ન આવે ત્યાં સુધી ડર લાગે છે. તેઓ પણ માની ચૂક્યાં છે કે દિલ્હી મહિલાઓ માટે સુરક્ષીત નથી.

FB હેડક્વાર્ટરની મુલાકાત લેશે પીએમ મોદી

FB હેડક્વાર્ટરની મુલાકાત લેશે પીએમ મોદી

પીએમ મોદી આ મહિને યુનાઈટેડ નેશન્સના અધિવેશનમાં ભાગ લેવા માટે અમેરિકા જવાના છે. આ દરમ્યાન તેઓ અમેરિકાના અનેક રાજ્યોની મુલાકાત લેશે. જેમાં તેઓ કેલીર્ફોનીયા સ્થિત સોશ્યિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની પણ મુલાકાત લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X