ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નાસિક કુંભ મેળામાં બીજુ શાહી સ્નાન
રવિવારે નાસિકમાં ચાલી રહેલા કુંભ મેળામાં બીજુ શાહી સ્નાન થયું હતુ. ગોદાવરીમાં શાહી સ્નાનનો લાભ લેવા દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુંઓએ શ્રદ્ધાનું સ્નાન કરીને પૂણ્યનું ભાથું બાધ્યું હતુ.

યુએસ ઓપનમાં સાનિયા હિંગીસની જોડીએ રચ્યો ઈતિહાસ
ફરી એક વખત ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્વિટર્ઝલેન્ડ ગર્લ માર્ટીના હિંગીસે યુએસ ઓપન ચેમ્પીયનશીપ જીતીને ઈતિહાસ રચી નાખ્યો છે. તો આ અભૂતપૂર્વ સફળતા બદલ પીએમ મોદીએ પણ સાનિયા મિર્ઝાને અભિનંદન પાઠવ્યાં છે.

તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ ચાઈનાની મુલાકાતે
તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ પોતાના એક ડેલીગેશન સાથે ચાઈનાની મુલાકાતે છે. આ મુ્લાકાત દરમ્યાન તેમણે ગ્રેટ વોલ ઓફ ચાઈનાની મુલાકાત લીધી હતી.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પિડીતોને આપ્યું આશ્વાસન
મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના પેટલાવાડ શહેરમાં થયેલા બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે પિડીતોને આશ્વાસન આપવામાં માટે પહોંચ્યા હતા.

નાસિક કુંભ મેળામાં નાગા સાધુઓએ કર્યું સ્નાન
રવિવારે નાસિકમાં ચાલી રહેલા કુંભ મેળામાં બીજું શાહી સ્નાન હતું. ત્યારે દેશભરમાંથી શાહી સ્નાન કરવા માટે સાધુ-સંતો અને ખાસ કરીને નાગા બાવાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં
દેશભરમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને ગણેશોત્સવનું મુંબઈમાં આગવું મહત્વ છે. ત્યારે મહિલા ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિને પંડાલમાં લઈ જવામાં આવી રહી છે.

સની લિયોને ફીટનેસ ડીવીડી કરી લોન્ચ
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન હવે રોજ મોર્નીગ પણ સારી કરશે. જી હા, વાત કઈંક એમ છે કે સની લિયોને રવિવારે ફીટનેસ ડીવીડી લોન્ચ કરી છે. જેનું નામ છે. "સુપર હોટ સની મોર્નીંગ્સ".

ગુજરાતી યુવાનની સાઉથ આફ્રીકામાં હત્યા
અંકલેશ્વરના પિરામણ ગામના પાકિઝા પાર્ક ખાતે રહેતા અને મૂળ હાંસોટના ઈર્ષાક નિસાર ચૌહાણ અને તેના ભાઈ ઈમરાન પર સાઉથ આફ્રિકાના પીટર્સબર્ગમાં ઘરમાં ઘુસીને નીગ્રો યુવાનોએ અંધાધુધ ફાયરીંગ કર્યું હતુ. જેમાં ઈર્ષાક નિસાર ચૌહાણનું મોત થયું છે. જ્યારે તેના ભાઈ ઈમરાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બિહાર ચૂંટણી: સીટ ફાળવણીને લઈને કોકળું ઉકેલાયું
બિહારમાં ચૂંટણીની તારીખોની ઘોષણા થઈ ચૂકી છે. સીટ ફાળવણીને લઈને NDAમાં ચાલી રહેવી તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. જી હા, તમામ પક્ષો વચ્ચે સીટ અંગે સમજૂતી સધાઈ ગઈ છે. BJP-160 , LJP-40, HAM-20 અને RLSP-23 સીટો પર ચૂંટણી લડશે.

ઓડિશાની એક શાળામાં વાજપેઈને શ્રદ્ધાંજલિ આપીને રજા આપી દેવાઈ
ઓડિશામાં ગયા શુક્રવારે ચોંકાવનારી એક ઘટના બની છે. જી હા, ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક પ્રાઈમરી સ્કુલના આચાર્ય કમલકાંત દાસને શુક્રવારે સવારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વાજપેઈજીના નિધનની ખબર મળી. તેમણે ખબરની સત્યતાની પુષ્ટી કર્યા વગર જ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા સભાનું આયોજન કર્યું અને શાળામાં રજા ઘોષિત કરી દીધી.












Click it and Unblock the Notifications
