ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

પાકિસ્તાનના કબ્જામાં રહેલા સૈનિકને છોડાવવાના પ્રયાસો ચાલુ : રાજનાથ સિંહ

પાકિસ્તાનના કબ્જામાં રહેલા સૈનિકને છોડાવવાના પ્રયાસો ચાલુ : રાજનાથ સિંહ

આજે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, 'ભૂલથી સરહદ પાર ગયેલા ભારતીય સૈનિકને છોડાવવા માટે તમામ પ્રયાસો ચાલુ છે.' આ મુદ્દો પાકિસ્તાન સાથે ઉચ્ચસ્તરે ઉઠાવવામાં આવ્યો છે. તેને જલ્દીથી ભારત લાવવામાં આવશે. ભારતીય સેનાની 37 રાષ્ટ્રીય રાયફલ્સનો એક જવાને ભૂલથી LoC પાર કરી.

જે રેજિમેન્ટના જવાનો શહિદ થયા તે રેજિમેન્ટે જ લીધો બદલો

જે રેજિમેન્ટના જવાનો શહિદ થયા તે રેજિમેન્ટે જ લીધો બદલો

ગતરોજ હાથ ધરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક્સ અંગે અઠવાડિયા પહેલા જ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉરીમાં થયેલા હુમલામાં ડોગરા અને બિહાર રેજિમેન્ટના જવાનો શહીદ થયા હતા. જેનો બદલો લેવા માટે ડોગરા અને બિહાર રેજિમેન્ટે સર્જિકલ સ્ટ્રાઇક્સને અંજામ આપ્યું હતું.

પાક.ની નાપાક હરકત, ફરી કર્યું સિઝફાયર

પાક.ની નાપાક હરકત, ફરી કર્યું સિઝફાયર

ઉરી હુમલા બાદ પણ પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. અનખુરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાના સમાચાર મળ્યા છે. અગાઉ પણ પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પુંછ અને રાજોરી જિલ્લામાં એલઓસી પાસે ફાયરિંગ કર્યું હતું.

ઉરીના શહીદોની વિધવાઓએ કહ્યું, હવે અમને કાળજે ઠંડક થઈ

ઉરીના શહીદોની વિધવાઓએ કહ્યું, હવે અમને કાળજે ઠંડક થઈ

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પૂર્વાંચલના જવાનોની વિધવાઓને પીઓકેમાં ઘૂસીને ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇક્સથી રાહત મળી છે. દેશની સરહદની સુરક્ષા કરતા જીવ ગુમાવનારા જવાનોના તેરમા પહેલા સૈન્યની આ કાર્યવાહીથી ભલે તેમનું દુઃખ ઓછું થયું ન હોય, પરંતુ તેમના કાળજાને ઠંડક મળી છે.

ઓલાના ડ્રાઇવરે મહિલા પેસેન્જરને જબરદસ્તી સિગારેટ પીવરાવી

ઓલાના ડ્રાઇવરે મહિલા પેસેન્જરને જબરદસ્તી સિગારેટ પીવરાવી

બેંગ્લોરમાં એક ઓલા કેબ ડ્રાઈવરે એક મહિલા મુસાફર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ડ્રાઇવરે મહિલાને સિગારેટ પીવા માટે બળજબરી કરી હતી. મહિલાને ઓલા ડ્રાઇવરે ન પુછી સકાય તેવા સવાલો પણ પૂછ્યા હતા. આ અંગે મહિલાએ ઓલાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ શેર કરી હતી.

સાપને અધમુઓ ન છોડવો જોઇએઃ સામના

સાપને અધમુઓ ન છોડવો જોઇએઃ સામના

ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી 40 આતંકીઓને ઠાર માર્યા હતા. જે બાદ શિવસેનાએ સામનામાં લેખ દ્વારા મોદી સરકારના વખાણ કર્યાં હતાં. વધુ હુમલાની માંગ કરતા લખ્યું કે સાપને અધમૂઓ ન છોડવો જોઇએં. આ મિશનને પાર પાડનારા જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સંઘની વિચારધારાનો વિરોધ કરતો રહીશઃ રાહુલ

સંઘની વિચારધારાનો વિરોધ કરતો રહીશઃ રાહુલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વખત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સંઘ દ્વારા દેશના ભાગલા પાડવામાં આવી રહ્યા છે. સંઘવિરોધી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી આસામની કોર્ટમાં હાજર રહ્યા હતા. જો કે તેમને 50 હજારના બોન્ડ રજૂ કરીને છોડી મુકાયા હતા.

આતંકીઓ સાફ થયા, હવે ગંદકીનો વારોઃ મોદી

આતંકીઓ સાફ થયા, હવે ગંદકીનો વારોઃ મોદી

સ્વચ્છ ભારત સપ્તાહ અંતર્ગત શુક્રવારે દિલ્હીમાં ઇન્ડોસેના કોન્ફરન્સનું આયોજન કરાશે. ત્યારે મોદીએ કહ્યું કે આતંકીઓના સફાયા બાદ હવે ગંદકીનો વારો આવ્યો. સ્વચ્છતા અભિયાનને લઇને સરકાર સાથે નેતાઓ અને જનતા પણ સહકાર આપે છે. પરંતુ હજુ જાગૃતતા કેળવી ખુલ્લા મેદાનમાં કચરો નાંખવાની આદતને છોડવાની જરૂર છે.

બિહારઃ હાઇકોર્ટે દારૂબંધીનો કાયદો રદ્દ કર્યો

બિહારઃ હાઇકોર્ટે દારૂબંધીનો કાયદો રદ્દ કર્યો

બિહારમાં સંપૂર્ણ દારૂબંધી મામલે હાઇકોર્ટે નીતિશ કુમારને ઝટકો આપ્યો છે. પટણા હાઇકોર્ટે રાજ્યમાં લાગેલા દારૂબંધીના કાયદાને રદ કરી દીધો છે. આ કાયદાની અનેક જોગવાઇ સામે કોર્ટે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં દારૂ મળવાથી સમગ્ર પરિવારને જેલમાં મોકલવા જેવી જોગવાઇઓ સામેલ હતી.

8 સૈનિકો માર્યાગયાના પાક.ના જુઠ્ઠાણાને સેનાનો રદિયો

8 સૈનિકો માર્યાગયાના પાક.ના જુઠ્ઠાણાને સેનાનો રદિયો

ગુરુવાર બપોરથી પાકિસ્તાન દ્વારા ભારતીય 8 સૈનિકો માર્યા ગયા હોવાનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. ભારતીય સેનાએ રદિયો આપતા કહ્યું કે એક પણ સૈનિકને કશું થયું નથી. સવારે એક સૈનિક ભૂલથી સીમાં ઓળંગી સામે ગયો હતો. આ અંગે ભારતીય સેનાએ હોટલાઇન પર પાકિસ્તાન સત્તાવાળાઓને જાણ કરી દીધી હતી.

પીઓકે ભારતનો જ હિસ્સો છેઃ મોદી

પીઓકે ભારતનો જ હિસ્સો છેઃ મોદી

લશ્કર દ્વારા પોકમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું. મોદીએ કહ્યું કે પીઓકે ભારતનું અભિન્ન અંગ છે અને ભારતના આ હિસ્સા પર જ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યું. ઉપરાંત કહ્યું કે શક્ય હશે ત્યાં સુધી આતંકીઓને પીઓકેમાં જ ઠાર મારવામાં આવશે.

ભારતીય સેનાએ કહ્યું, જરૂર પડ્યે આવા વધારે હુમલા કરાશે

ભારતીય સેનાએ કહ્યું, જરૂર પડ્યે આવા વધારે હુમલા કરાશે

લાઈન ઓફ કન્ટ્રોલની પાર આતંકવાદી સ્થળો પર આર્મીના સર્જિકલ સ્ટ્રાઈક બાદ ગૃહમંત્રાલયમાં સર્વપક્ષીય બેઠક મળી છે. બેઠકમાં ગૃહમંત્રી, DGMO અને NSAએ સર્જિકલ સ્ટ્રાઈક વિશે રાજકીય પક્ષોને બ્રીફ કર્યા હતા. DGMOએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું કે, જરૂર પડી તો આ પ્રકારના બીજા પણ હુમલા કરવા તૈયાર છીએ.

English summary
September 30 read today's top national news pics
Please Wait while comments are loading...