શાહીન બાગ વિરોધઃ પોલિસે કાલિંદી કુંજથી ફરીદાબાદનો રસ્તો ફરીથી બંધ કર્યો
દિલ્લીના શાહીન બાગમાં સીએએ, એનઆરસીના વિરોધમાં પ્રદર્શન શરૂ થવાના કારણે બંધ કરાયેલ કાલિંદી કુંજથી ફરીદાબાદ તરફ જતા રસ્તા પર પોલિસે એક વાર ફરીથી બેરિકેડિંગ લગાવી દીધા છે.
દિલ્લીના શાહીન બાગમાં સીએએ, એનઆરસીના વિરોધમાં પ્રદર્શન શરૂ થવાના કારણે બંધ કરાયેલ કાલિંદી કુંજથી ફરીદાબાદ તરફ જતા રસ્તા પર પોલિસે એક વાર ફરીથી બેરિકેડિંગ લગાવી દીધા છે. શુક્રવારે સવારે થોડા સમય માટે પોલિસે આ રસ્તો ખોલી દીધો હતો જેને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો. આ રસ્તો કાલિંદી કુંજથી ફરીદાબાદ અને જૈતપુર તરફ જાય છે.

કાલિંદી કુંજ પાસે શાહીન બાગમાં 15 ડિસેમ્બરના રોજ મહિલાઓએ સીએએના વિરોધમાં ધરણા શરૂ કર્યા હતા ત્યારબાદ પોલિસે આસપાસના રસ્તા પણ બેરિકેડિંગ લગાવીને બંધ કરી દીધા હતા. આ રસ્તો પણ ત્યારથી બંધ હતો. હવે પોલિસે આ રસ્તો ખોલ્યો છે. છેલ્લા 69 દિવસથી નોઈડા, કાલિંદી કુંજથી ફરીદાબાદ તરફ જવાનો આ રસ્તો બંધ છે. જેના કારણે યુપીના નોઈડાથી હરિયાણાના ફરીદાબાદ જનારા લોકોને ડીએનડી ફ્લાય ઓવરથી જવુ પડી રહ્યુ હતુ. યુપી પોલિસે નોઈડામાં ઓખલા બર્ડ સેન્ચુરી પાસે બેરિયર લગાવીને કાલિંદી કુંજ તરફ જતા રસ્તાને બંધ કર્યો છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મધ્યસ્થો સામે પણ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ આ મામલો ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યુ હતુ કે અમારા લોકોના કારણે એક રસ્તો બંધ છે જ્યારે બીજા ઘણા રસ્તા પોલિસે રોકેલા છે. પ્રદર્શનકારીઓનુ મધ્યસ્થોને કહેવુ હતુ કે અમારુ પ્રદર્શન 150 મીટરના ભાગમાં ચાલી રહ્યુ છે પરંતુ પોલિસે રસ્તાની ઘણા કિલોમીટર પહેલા ઓખલા બર્ડ સેન્ચુરી બંધ કરી દીધી છે. વળી, કાલિંદી કુંજથી શાહીન બાગ 9 નંબર તરફ આવનારો રસ્તો પણ પોલિસે બંધ કરી દીધો છે. તેને પોલિસ ખોલી શકે છે. ગુરુવારે શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા પહોંચેલા સુપ્રીમ કોર્ટના મધ્યસ્થોએ પ્રદર્શન સ્થળની આસપાસ બંધ કરેલ બધા રસ્તાઓનુ નિરીક્ષણ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
