For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સવારે 6 વાગે માલિશ, બપોરે 2.30 વાગે સેક્સ', પીડિતાએ સંભળાવી ખોફનાક આપવીતી

પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપ નેતા ચિન્મયાનંદ પર શાહજહાંપુરની એક લૉની છાત્રાએ રેપના આરોપ લગાવ્યા છે. પીડિતાએ તેની સાથે બનેલી દર્દભરી આપવીતી સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપ નેતા ચિન્મયાનંદ પર શાહજહાંપુરની એક લૉની છાત્રાએ રેપના આરોપ લગાવ્યા છે. પીડિતાએ તેની સાથે બનેલી દર્દભરી આપવીતી સંભળાવી છે. છાત્રાએ જણાવ્યુ કે કેવી રીતે તેનુ શોષણ કરવામાં આવતુ હતુ અને ચિન્મયાનંદ તેના પર બળજબરીથી સંબંધ બનાવવાનુ દબાણ કરતો હતો. છાત્રાએ જણાવ્યુ કે સવારે 6 વાગે માલિશ માટે બોલાવવામાં આવતી હતી અને બપોરે સેક્સ કરવા માટે. તેણે જણાવ્યુ કે તે કેવી રીતે ચિન્મયાનંદના હાથે શોષણથી બચવા માટે બહાના બનાવતી હતી. પરંતુ ઘણી વાર તે આમાં નિષ્ફળ થઈ જતી હતી.

પીડિતાએ સંભળાવી આપવીતી

પીડિતાએ સંભળાવી આપવીતી

પીડિતાએ જણાવ્યુ કે તે 2.30 વાગવા પર કેવી રીતે ગભરાઈ જતી હતી. આ તેના હોસ્ટેલના રૂમમાં ચિન્મયાનંદના સુરક્ષા ગાર્ડોના આવવાનો સમય હતો. તે તેને અહીંથી ચિન્મયાનંદના પ્રાઈવેટ રૂમમાં લઈ જવા માટે આવતા હતા. તે દર વખતે તેનાથી બચવા માટે બહાના બનાવતી હતી. તે તેના ઘણી વાર માસિક હોવા કે પેશાબમાં ઈન્ફેક્શન (યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન)નુ બહાનુ બનાવતી હતી જેથી બચી શકે. પરંતુ તેની દરેક કોશિશો બેકાર જતી. ચિન્મયાનંદ તેના જબરદસ્તીથી તેના કપડા ઉતારવા માટે કહેતો અને ઉગ્ર રીતે સેક્સ કરતો. જો તે વિરોધ કરતી તો તે મારપીટ કરતો.

‘6 વાગે કરાવવામાં આવતી માલિશ'

‘6 વાગે કરાવવામાં આવતી માલિશ'

‘ધ પ્રિન્ટ' સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યુ કે ‘સવારે 6 વગે ચિન્મયાનંદ તેને મસાજ કરવા માટે બોલાવતો હતો. તે તેને નગ્ન અવસ્થામાં માલિશ કરાવતો હતો. ત્યારબાદ તે 2.30 વાહે તેની સાથે સેક્સ કરતો હતો. 22 વર્ષની પીડિતાએ જણાવ્યુ કે તેની સાથે ઘણી વાર ચિન્મયાનંદે કર્યુ. ચિન્મયાનંદ જ્યારે પણ આશ્રમમાં હોય ત્યારે એ પાગલ થઈ જતી. તે ગભરાવા લાગતી. તેના બંદૂકધારી સુરક્ષાકર્મી મારી હોસ્ટેલમાં આવતા અને મને બળજબરીથી ઉઠાવીને ત્યાંથી લઈ જઈને સીધા ચિન્મયાનંદના રૂમમાં પટકી દેતા. ત્યારબાદ મારી સાથે ભયાનક વસ્તુઓ શરૂ થઈ જતી.'

આ પણ વાંચોઃ બેંક હડતાળઃ રાહતના સમાચાર, બે દિવસની બેંક હડતાળ ટળીઆ પણ વાંચોઃ બેંક હડતાળઃ રાહતના સમાચાર, બે દિવસની બેંક હડતાળ ટળી

‘નહાવાનો વીડિયો બનાવ્યો'

‘નહાવાનો વીડિયો બનાવ્યો'

છાત્રાએ જણાવ્યુ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચિન્મયાનંદે તેને પોતાની પાસે બોલાવી. વાતચીત દરમિયાન તેને સામે બેસાડી અને ફોન પર તેનો નહાતો વીડિયો બતાવ્યો. આ જોઈને તે ગભરાઈ ગઈ. ભાજપન નેતાએ તેને કહ્યુ કે તેણે હોસ્ટેલમાં રહેવુ પડશે અને જેમ કહેશે તેમ કરવુ પડશે. આમ ન કરવા પર તે વીડિયો વાયરલ કરી દેશે. તેણે તેના ઘરનાને પણ મારવાની ધમકી આપી.

‘એસઆઈટીની તપાસથી સંતુષ્ટ નહિ'

‘એસઆઈટીની તપાસથી સંતુષ્ટ નહિ'

પીડિતાએ કહ્યુ કે હું એસઆઈટી તપાસથી સંતુષ્ટ નથી. ચિન્મયાનંદ પર જે કલમો લગાવવામાં આવી છે તે માત્ર ઔપચારિકતા છે, તેના પર 376ના બદલે 376(સી) લગાવવામાં આવી છે જે ખૂબ જ હળવી કલમો છે. પીડિતાના જણાવ્યા મુજબ તેની ધરપકડ કરીને મર્સિડીઝ કારમાં બેસાડીને જેલમાં લઈ જવામાં આવ્યો. તેને પણ સામાન્ય ગુનેગારની જેમ લઈ જતા, સામાન્ય માણસની જેમ જ તેની સાથે વ્યવહાર કરવામાં આવતો. મને રંગદારી કેસમાં આરોપી બનાવીને મારા કેસને નબળો બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ તે અવાજ ઉઠાવતી રહેશે.

શું છે સમગ્ર કેસ

શું છે સમગ્ર કેસ

ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટના રોજ શાહજહાંપુરની લૉની છાત્રા ગાયબ થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને બતાવ્યુ હતુ કે સંત સમાજનો એક પ્રભાવશાળી નેતા તેને હેરાન કરી રહ્યો છે અને મારવાની ધમકી પણ આપી રહ્યો છે. છાત્રાના પિતાએ બાદમાં ચિન્મયાનંદ પર તેની દીકરી અને અન્ય છાત્રાઓના શોષણનો આરોપ લગાવ્યો હતો. 27 ઓગસ્ટના રોજ યુવતીના પિતાની ફરિયાદના આધારો ચિન્મયાનંદ સામે આઈપીસીની કલમ 364 (અપહરણ કે હત્યા માટે અપહરણ) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. 30 ઓગસ્ટના રોજ રાજસ્થાનમાં લૉ સ્ટુડન્ટ મળી આવી અને બાદમાં તેને સુપ્રીમ કોર્ટમાં હાજર કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે તેની ફરિયાદોના આધારે યુપી સરકારને એસઆઈટીની રચનાનો આદેશ આપ્યો.

English summary
shahjahanpur law student says chinmayanand beaten and physical attack with her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X