For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત માટે તૈયાર છે ઈમરાન ખાન, ભારતે ઠુકરાવ્યો પ્રસ્તાવ

પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ છે કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિની કોશિશો ઝડપી બની ગઈ છે. ભારત પાકિસ્તાન પર સતત દબાણ બનાવી રહ્યુ છે કે તે અભિનંદનને સકુશળ પાછા મોકલે. બીજી તરફ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીનું મોટુ નિવેદન આવ્યુ છે. શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ છે કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે.

શાહ મહેમૂદ કુરેશી-અભિનંદનને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે

શાહ મહેમૂદ કુરેશી-અભિનંદનને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે

શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ કે પાકના પીએમ ભારતના પ્રધાનમંત્રી સાથે વાત કરવા માટે તૈયાર છે પરંતુ શું નરેન્દ્ર મોદી આના માટે તૈયાર છે? વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યુ કે તે અભિનંદનને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે પરંતુ આ પહેલા બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય થવી જોઈએ. કુરેશીએ કહ્યુ કે યુદ્ધ કોઈ ઉકેલ નથી.

ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રીનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રીનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત પર શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ, ‘હું નિશ્ચિત રીતે સુષ્માને મળવામાં કોઈ સંકોચ નહિ કરુ પરંતુ ઓઆઈસી તેમની સાથે ચર્ચા માટે મંચ નથી.' જો કે ભારતે પાકિસ્તાન વિદેશ મંત્રીના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. ભારતે કહ્યુ કે તે પાયલટની મુક્તિ કોઈ પણ સ્થિતિમાં ઈચ્છે છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ કે ભારતે પાકિસ્તાનના કોઈ પણ નાગરિક કે સૈન્ય કેમ્પોને નિશાન નથી બનાવ્યા પરંતુ પાકિસ્તાને ભારતની સીમામાં ઘૂસણખોરી કરીને ભારતીય સૈન્ય કેમ્પેને નિશાન બનાવ્યા. ભારતે કહ્યુ કે સીમામાં ઘૂસણખોરી કરીને ભારતીય સૈન્ય કેમ્પોને નિશાન બનાવ્યા. ભારતે કહ્યુ કે પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિ બનાવી રહ્યુ છે.

ડીલનો કોઈ સવાલ જ નથી - ભારત

ડીલનો કોઈ સવાલ જ નથી - ભારત

ભારતે કહ્યુ કે વિંગ કમાંડર અભિનંદનને ત્વરિત પાછા મોકલવામાં આવે, વિંગ કમાંડરને પાછા મોકલવા માટે કોઈ પણ ડીલનો કોઈ સવાલ જ નથી. ભારતે કહ્યુ કે જો પાકિસ્તાનને લાગે છે કે તે અભિનંદનના નામ પર કાર્ડ ખેલી શકે છે તો તે ભૂલ કરી રહ્યુ છે. સૂત્રો મુજબ ભારતે કહ્યુ કે પાકિસ્તાન કંધાર મામલા જેવુ દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ ભારત આનાથી પીછેહટ નહિ કરે. વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનની મુક્તિ પર કોઈ સમજૂતી કે વાતચીત નહિ થાય.

આ પણ વાંચોઃ પાયલટ અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાને ભારત સામે રાખી આ મોટી શરત!આ પણ વાંચોઃ પાયલટ અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાને ભારત સામે રાખી આ મોટી શરત!

English summary
ShaMehmood Qureshi says Imran Khan is ready for telephonic talks with narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X