For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુ પોલીસે ISISનું ટ્વીટર હેન્ડલ કરનારની ધરપકડ કરી, કોઇ કડી મળી નહીં

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 13 ડિસેમ્બર : ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સિરિયા (Islamic State in Iraq and Syria - ISIS)નું ટોચનું ટ્વીટર અકાઉન્ટ ઓપરેટ કરવાના કેસમાં બેંગલુરુ પોલીસે તપાસ શરૂ હતી. આ સંદર્ભમાં એક 25 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે. આ યુવાનનું નામ મહેંદી મસરૂર બિશ્વાસ બતાવવામાં આવ્યું છે. આ શખ્સની આજે પોલીસ દ્વારા અટકાયત અને બાદમાં ધરપકડ કરાઈ છે.

isis

મહત્વનું છે કે બ્રિટનની ન્યૂઝ ચેનલ 4એ ગુરુવારે કરેલા દાવા પ્રમાણે આઇએસઆઇએસનું ટોચનું ટ્વીટર અકાઉન્ટ બેંગલુરુમાંથી ઓપરેટ થતું હોવાનો દાવો કર્યો હતો. આ યુવાનનું નામ મેહંદી હોવાનું ચેનલનો દાવો હતો. જે બાદથી બેંગલુરુ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે @shamiwitness
ટ્વીટર એકાઉન્ટ નવેમ્બર 2011થી એક્ટિવ છે. તેમાં ઇરાકમાં અલકાયદાની તરફેણમાં ટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું. આ ટ્વીટર અકાઉન્ટ દ્વારા દરરોજની 150થી વધુ ટ્વીટ થતી હતી. આ સાથે અનેક બ્રિટશ અને વિદેશી સમર્થકો પણ તેને ફોલો કરતા હોવાનો દાવો કરાયો હતો.

મહેંદીની ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં ટ્વીસ્ટ આવ્યો છે. તેના દાવા પ્રમાણે તે બેંગલુરુની એક અગ્રણી ફૂડ કંપનીમાં મહત્વના પદ પર કામ કરે છે. તેણે જણાવ્યું છે કે તે @shamiwitness નથી. તેનું ટ્વીટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું.

આ અંગે તપાસ કરનાર એજન્સીના અધિકારીઓએ વનઇન્ડિયાને જણાવ્યું હતું કે તેણે ભયના માર્યા તેના બધા ઓનલાઇન એકાઉન્ટની વિગતચો આપવાનું શરૂ કર્યું છે. પણ તેનું એકાઉન્ટ હેક થયું હોય તેવું માન્યામાં આવે તેવું નથી.તેનું મહેંદી મસરૂર બિશ્વાસના નામનું ફેસબુક એકાઉન્ટ ફેક નથી. તેણે એક પિક્ચર ક્રોપિંગ કરવાનું શરૂ કર્યા બાદ એકાઉન્ટ બંધ કરવાનું વિચાર્યું હતું.

English summary
@shamiwitness- Agencies get the man, but find no link to ISIS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X