For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Indiaના વિમાનમાં મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

એર ઈન્ડિયામાં 'પેશાબ'ની ઘટના સતત હેડલાઈન્સ બની રહી છે. દિલ્હી કોર્ટે શનિવારે આરોપી શંકર મિશ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. સુનાવણી દરમિયાન, કોર્ટે શંકર મિશ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો ઇનકાર કર્યો હતો

|
Google Oneindia Gujarati News

એર ઈન્ડિયામાં 'પેશાબ'ની ઘટના સતત હેડલાઈન્સ બની રહી છે. દિલ્હી કોર્ટે શનિવારે આરોપી શંકર મિશ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. સુનાવણી દરમિયાન, કોર્ટે શંકર મિશ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો ઇનકાર કર્યો હતો અને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સહ-યાત્રી પર પેશાબ કરવાના આરોપમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

Shankar Mishra

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એર ઈન્ડિયા પેશાબ કેસના આરોપી શંકર મિશ્રાને સજા સંભળાવી છે. 26 નવેમ્બરે ન્યૂયોર્ક અને દિલ્હી વચ્ચે ઓપરેટ થતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સહ-યાત્રી પર કથિત રીતે પેશાબ કરનાર શંકર મિશ્રાને પોલીસ ત્રણ દિવસ માટે વોન્ટેડ હતી. જોકે, કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

શંકર મિશ્રા તરફથી હાજર રહેલા એડવોકેટ મનુ શર્માએ કોર્ટને કહ્યું કે, FIRમાં માત્ર એક જ બિનજામીનપાત્ર ગુનાનો ઉલ્લેખ છે. અન્ય ગુનાઓ જામીનપાત્ર છે. પોલીસે દલીલ કરી અને કહ્યું કે, શંકર મિશ્રા સહકાર નથી આપી રહ્યા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અનામિકાની કોર્ટમાં એ પણ પ્રકાશમાં આવ્યું કે આ જ કોર્ટમાંથી આરોપી શંકર મિશ્રા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે.

પટિયાલા હાઉસ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રિમાન્ડ કરતાં કહ્યું, "આરોપી શંકર મિશ્રાનો મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યો હતો. લોકેશન બેંગલુરુમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું અને તે તેની ઓફિસમાં પણ મળ્યો ન હતો." કોર્ટે કહ્યું કે, તથ્યોથી સ્પષ્ટ છે કે આરોપી જાણીજોઈને તપાસમાં જોડાઈ રહ્યો નથી.

આરોપી શંકર મિશ્રાના વકીલે જામીન અરજી દાખલ કરીને સુનાવણી માટે અપીલ કરી હતી. જામીન અરજી પર 11 જાન્યુઆરીએ સુનાવણી થશે. અગાઉ, બેંગલુરુમાં ધરપકડ કરાયેલા આરોપીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવતા પહેલા તબીબી તપાસ માટે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. લાંબી શોધખોળ બાદ દિલ્હી પોલીસે શુક્રવારે રાત્રે શંકર મિશ્રાને બેંગલોરથી પકડી પાડ્યો હતો.

English summary
Shankar Mishra, who urinated on a woman in an Air India flight, was sent to 14-day judicial custody
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X