લવાસા જમીન કૌંભાડમાં પવાર પરિવારનું નામ ખૂલ્યું

વાઇપી સિંહે કહ્યું હતું કે શરદ પવારે લવાસામાં ગેરકાનૂનીએ રીતે જમીન ખરીદી છે. વાઇપી સિંહે કહ્યું હતું કે શરદ પવારે લવાસા પ્રોજેક્ટ દ્રારા તેમની પુત્રી સુપ્રિયા સુલેને ફાયદો થયો છે. પૂર્વ સિંચાઇ મંત્રી અને તેમનો ભત્રીજો અજીત પવારે તેમનો સાથ આપ્યો છે.
આટલું જ નહી વાઇપી સિંહનું કહેવું છે કે વર્ષ 2009માં સુપ્રિયા સુલેએ જે નોંધણી કરાવી હતી તેમાં ખોટી જાણકારી આપી હતી. અજિત પવાર અને શરદ પવારે પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો છે તેમને સુપ્રિયા સોલેને 348 એકર જમીન માત્ર 23000 રૂપિયા પ્રતિ મહિને 30 વર્ષ માટે અપાવ્યા હતા.
ત્યારબાદ સુપ્રિયા સોલેએ આ પ્રોજેક્ટના 20.8 શેરને વર્ષ 2008માં વેચી દિધાં હતાં આ રીતે તેમને કરોડોની જમીનને કોડીના ભાવે ખરીદીને અરબોના ભાવે વેચી છે. આ ગોટાળામાં તેમના પિતા શરદ યાદવ અને અજીત પવારે મુખ્ય ભૂમિકા ભજવી છે.












Click it and Unblock the Notifications
