For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન રાજકીય સંકટઃ શશિ થરુરે કરી કોંગ્રેસને મજબૂત કરવાની અપીલ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને પાર્ટીને મજબૂત કરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને પાર્ટીને મજબૂત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે દેશને એક ઉદારવાદી પાર્ટીની જરૂર છે. એક એવી પાર્ટી જે દરેક વર્ગને સાથે લઈને ચાલે, સાથે જ જેમાં ભારતના બહુલવાદનુ સમ્માન પણ હોય. શશિ થરૂરે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'હું પૂરા વિશ્વાસ કરુ છુ કે આપણા દેશને એક ઉદારવાદી પાર્ટીની જરૂર છે, જે મધ્યમમાર્ગીઓની આગેવાનીમાં સમાવેશી રાજનીતિ અને ભારતના બહુલવાદના સમ્માન માટે પ્રતિબદ્ધ હોય. ગણતંત્રના સંસ્થાપક મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા બધા લોકોને કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરવુ જોઈએ.'

શશિ થરૂરે કર્યુ આ ટ્વિટ

શશિ થરૂરે કર્યુ આ ટ્વિટ

શશિ થરૂરે આ ટ્વિટ એવા સમયમાં કર્યુ છે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતા સચિન પાયલટના ભાજપમાં શામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. સચિન પાયલટ એ કહી ચૂક્યા છે કે રાજસ્થાન સરકાર લઘુમતમાં છે. સચિન પાયલટે કહ્યુ છે કે તે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં શામેલ નહિ થાય. આ બેઠક સોમવારે સવારે 10.30 વાગે અશોક ગહેલોતના આવાસ પર થવાની છે.

કોંગ્રેસનો આંતરિક મામલો

કોંગ્રેસનો આંતરિક મામલો

સચિન પાયલટનુ કહેવુ છે કે તેમના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત થઈ નથી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 27 ધારાસભ્ય અને અમુક અન્ય ધારાસભ્ય તેમની સાથે છે. વળી, ગહેલોત જુથના 100થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે તે સચિન પાયલટના સંપર્કમાં નથી. તે કોંગ્રેસનો આંતરિક મામલો છે.

સચિન પાયલટને નોટિસ

સચિન પાયલટને નોટિસ

પોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને નોટિસ મોકલી હતી. તેમને રાજ્યની કોંગ્રેસ સરકારને પાડવાના આરોપો પર સવાલ પૂછવાના હતા. પૂછપરછની નોટિસ મળ્યા બાદ પાયલટ પોતાની જ સરકારમાં શંકાની નજરથી જોવા પર નારાજ જણાયા છે. આ સિલસિલામાં પાયલટ શનિવારે 12 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યો સાથે દિલ્લી પહોંચ્યા હતા. જો કે એસઓજીએ ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગહેલોતનુ પણ નિવેદન નોંધવા માટે નોટિસ મોકલી. આ નોટિસ પણ 10 જુલાઈએ જ મોકલવામાં આવી હતી.

આ દેશે બનાવી દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીન! બધા ટેસ્ટ રહ્યા સફળઆ દેશે બનાવી દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીન! બધા ટેસ્ટ રહ્યા સફળ

English summary
shashi tharoor: Country needs a genuinely liberal party to strengthen congress amid rajasthan tensions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X