For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા હીરોની જગ્યા ખાલી છેઃ શશિ થરૂર

શત્રુઘ્ન માટે કોંગ્રેસમાં જગ્યા ખાલી છેઃ શશિ થરૂર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના બાગી નેતા શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસ નેતા શશિ થરૂરે કોંગ્રેસમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે બંને નેતા લોકસભા સાંસદ છે, થરૂરે એક તરફ જ્યાં તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ છે તો સિન્હા પટના સાહિબથી ભાજપના સાંસદ છે. શત્રુઘ્ન સિન્હા શશિ થરૂરના બુક લૉન્ચિંગ કાર્યક્રમ માટે તિરુવનંતપુરમ આવ્યા હતા. આ દરમિયાન થરૂરે કહ્યું કે અમારી પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા એક હીરોની જગ્યા ખાલી છે.

મોદી-શાહ પર સિન્હા કરે છે હંમેશા પ્રહાર

મોદી-શાહ પર સિન્હા કરે છે હંમેશા પ્રહાર

ઉલ્લેખનીય છે કે સિન્હા પોતાના ભાષણમાં પીએમ મોદીની આલોચના કરે છે. જેવી રીતે ભાજપના સાંસદ કીર્તિ આઝાદ પાર્ટી વિરુદ્ધ બાગી થયા, તે બાદ સિન્હા બીજા નેતા હતા જેમણે પોતાની જ પાર્ટી અને પીએમ વિરુદ્ધ નિવેદનબાજી શરૂ કરી હતી. સિન્હા પીએમ મોદી અને અમિત શાહની ભારે ટીકા કરતા જોવા મળે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિન્હા રાષ્ટ્રીય જનતા દળની ટિકિટ પર આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. બિહારમાં આરજેડી, કોંગ્રેસ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી એક સાથે જોવા મળી રહી છે.

બિહારમાં સીટ વહેંચણી પર તીખો પ્રહાર

બિહારમાં સીટ વહેંચણી પર તીખો પ્રહાર

જણાવી દઈએ કે જેવી રીતે બિહારમાં ભાજપ, નીતિશ કુમાર અને રામ વિલાસ પાસવાનની પાર્ટી વચ્ચે સીટની વહેંચણી થઈ, તેના પર શત્રુઘ્ન સિન્હાએ તીખો પ્રહાર કર્યો હતો. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે આ સીટની વહેંચણીથી ભાજપની ચૂંટણી સફળતા પર મોટો સવાલ ઉભો થઈ ગયો છે. 2014માં ભાજપે 30 સીટ પર ચૂંટણી લડી હતી જેમાંથી 22 સીટ પર જીત મળી હતી, પરંતુ આ વખતે પાર્ટીએ પહેલેથી જ 13 સીટ પર ચૂંટણી ન લડવાનો ફેસલો લીધો છે અને માત્ર 17 સીટ પર ચૂંટણી લડશે. એવામાં પાર્ટી પહેલેથી પાંચ સીટ કુરબાન કરી ચૂકી છે, આ હિસાબે સ્પષ્ટ છે કે પાર્ટીએ પહેલેથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે.

ભાજપની નિરાશા સ્પષ્ટ

ભાજપની નિરાશા સ્પષ્ટ

શ્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ભાજપે પહેલેથી જ હારનો સ્વીકાર કરી લીધો છે, એવામાં જનતાના મનમાં પણ આ સવાલ ઉઠશે. વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપે બહુમત હાંસલ કર્યું હતું પરંતુ આ વખતે તે પોતાના સહયોગીઓને ખુશ કરવામાં લાગી છે. તેઓ પોતાના ભાગની સીટ બીજી પાર્ટીઓના ખોળામાં નાખી રહી છે, જે ભાજપની હતાશા દર્શાવે છે.

અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોણ જીતે? જાણો શું કહે છે દેશની જનતા અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોણ જીતે? જાણો શું કહે છે દેશની જનતા

English summary
Shashi Tharoor says Congress has space for Hero Like Shatrughan Sinha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X