For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન પદ માટે શત્રુધ્નની પસંદ છે 'ગૉડફાધર' અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જુલાઇ: ભાજપના નેતા શત્રુધ્ન સિંહાના એક નિવેદનથી તેમની પાર્ટીમાં રાજકારણ ખળભળાટ મચી ગયો છે. તેમને કહ્યું હતું કે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે પાર્ટીના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતાં લાલકૃષ્ણ અડવાણી વધુ પસંદ છે. શત્રુધ્ન સિંહાએ એમપણ કહ્યું હતું કે પાર્ટીમાં જે પ્રકારે વરિષ્ઠ નેતાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે તેનાથી તે ખૂબ ચિંતિત છે.

ભાજપના નેતાએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના મિત્ર છે, લોકપ્રિય નેતા છે અને તેમને પસંદ પણ છે, પરંતુ જ્યાં સુધી વડાપ્રધાનના પદની વાત છે તો લાલકૃષ્ણ અડવાણી સૌથી કદાવર, અનુભવી નેતા છે જે આ પદ માટે મારી પ્રથમ પસંદગી છે.

shatrughan-advani

તેમને લાલકૃષ્ણ અડવાણી વિશે કહ્યું હતું કે તે એક એવા નેતા છે જેમને પાર્ટીને ઉભી કરી છે અને તે બધાને સાથે લઇને ચાલવામાં સક્ષમ છે. તેમને કહ્યું હતું કે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીના સહયોગ અને આર્શીવાદથી જ થવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિંહાના ગૉડફાધર માનવામાં આવે છે. આ પહેલાં પણ શત્રુધ્ન સિંહાએ અડવાણીના સમર્થનમાં બોલીને નરેન્દ્ર મોદીના સમર્થકોની નારાજગી મળી છે.

English summary
Bollywood actor turned BJP politician Shatrughan Sinha on Tuesday opened a new front against Narendra Modi by demanding that LK Advani must be at the helm of affairs in the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X