For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર

કોંગ્રેસની ટિકિટ થી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના બાગી સાંસદ શત્રુઘ્ન સિન્હા બિહારના પટના સાહિબ લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે. સૂત્રો મુજબ ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં શત્રુઘ્ન સિન્હાને ટિકિટ ન આપવામાં આવે તેવો ફેસલો લેવામાં આવ્યો છે. જે બાદ શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે. જણાવી દઈએ કે હાલના સમયમાં શત્રુઘ્ન સિન્હાએ પટના સાહિબ લોકસભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.

shatrughan sinha

થોડા દિવસો પહેલા જ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પણ ભાગ લીધો હતો અને પીએમ મોદી પણ આ બેઠકમાં સામેલ થયા હતા. બેઠકમાં પાર્ટીના કેટલાય વરિષ્ઠ નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, બિહારના ભાજપા અધ્યક્ષ નિત્યાનંદ રાય સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હા લાંબા સમયથી પીએમ મોદીની આલોચના કરી રહ્યા છે. તેમણે કેટલાય અવસર પર પીએમ મોદી પર નિશાન સાધ્યું અને બાગી તેવર દેખાડ્યા હતા.

પોતાની પાર્ટી પર સતત કટાક્ષ કરનાક બિહારના પટના સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ શુક્રવારે ટ્વિટર પર શાયરાના અંદાજમાં ટ્વીટ કર્યું. તેમણે ઈશારામાં જ કેટલીય વાત કહી દીધી. ટ્વીટ પર તેમણે લખ્યું- સર, રાષ્ટ્ર તમારું સન્માન કરે છે, પરંતુ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની કમી છે. નેતૃત્વ જે કરી રહ્યું છે અને કહી રહ્યું છે શું લોકો તેના પર વિશ્વાસ કરી રહ્યા છે? લગભગ નહિ. જનતાથી કરેલ વાયદા હજુ પણ પૂરા થવા બાકી છે. જે હવે પૂરા થઈ પણ નહિ શકે. ઉમ્મીદ, ઈચ્છા અને પ્રાર્થના, જો કે હવે હું તમારી સાથે ન રહી શકું. તેમણે કહ્યું કે 'મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, (શાયદ) તેરી મેહફિલ મેં લેકિન હમ ન હોંગે.'

આ પણ વાંચો- માયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું

English summary
Shatrughan Sinha to contest from Bihar Patna sahib loksabha seat on Congress ticket says source.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X