For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શત્રુઘ્ન સિન્હાઃ બદલાવની લહેર છે, પરિણામ લવ અને બિહારના પક્ષમાં આવશે

શત્રુઘ્ન સિન્હાએ કહ્યુ કે આજે બિહારમાં બદલાવની લહેર છે. મને વિશ્વાસ છે કે પરિણામ લવ સિન્હા અને બિહારના વિકાસના પક્ષમાં હશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહારમાં બીજા તબક્કા હેઠળ આજે 17 જિલ્લાઓની 94 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આજે ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે જેમાં શત્રુઘ્ન સિન્હાના દીકરા લવ સિન્હા પટનાના બાંકીપુરથી કોંગ્રેસના ઉમેદવાર છે. મંગળવારે મીડિયા સાથે વાત કરીને શત્રુઘ્ન સિન્હાએ કહ્યુ કે આજે બિહારમાં બદલાવની લહેર છે. મને વિશ્વાસ છે કે પરિણામ લવ સિન્હા અને બિહારના વિકાસના પક્ષમાં હશે. તમને જણાવી દઈએ કે રાજધાની પટનાનો સૌથી મોટો ભાગ બાંકીપુર મત વિસ્તારમાં આવે છે.

Shatrughan Sinha

તમને જણાવી દઈએ કે વર્ષ 2009 અને વર્ષ 2014માં બે વાર ભાજપની ટિકિટ પર શત્રુઘ્ન સિન્હા પટના સાહિબ સીટથી જીતીને લોકસભા પહોંચ્યા હતા, તેમની આ જીત ભાજપની ટિકિટ પર મળી હતી પરંતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી તે કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા ત્યારબાદ તેમને ભાજપ ઉમેદવાર રવિશંકર પ્રસાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો માટે જ્યારે લવ સિન્હાને પટના સાહિબ મત વિસ્તાર હેઠળ પ્રતિષ્ઠિત બાંકીપુર સીટથી ટિકિટ મળી તો રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે પિતા અમારાથી હાર્યા હતા તો પુત્ર ભાજપ નેતા નિતિન નવીનથી હારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનેતામાંથી રાજનેતા બનેલા પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ તેજસ્વી યાદવ તરફથી કરવામાં આવેલ 10 લાખ નોકરી આપવાના વચનનુ સમર્થન કર્યુ હતુ. શત્રિઘ્ન સિન્હાએ કહ્યુ હતુ કે તેજસ્વીએ જ યુવાનોને 10 લાખ નોકરી આપવાની વાત કહી છે, મને ભરોસો છે કે તે આ વચનને પૂરુ કરશે, તેજસ્વી જે કહે છે તે કરે છે અને જે કરે છે એ જ કહે છે. શત્રુઘ્ન સિન્હાએ તેજસ્વીની પ્રશંસા કરીને તેમને બિહારનુ ભવિષ્ય ગણાવ્યા હતા અને તેમનુ તુલના દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી સાથે કરી હતી.

બિહારમાં ફરીથી બની રહી છે NDA સરકારઃ સહરસામાં પીએમ મોદીબિહારમાં ફરીથી બની રહી છે NDA સરકારઃ સહરસામાં પીએમ મોદી

English summary
Shatrughan Sinha said I am confident the results will be in favour of Luv Sinha & development in Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X