એક એ 26 હતી એક આ 26 છે: શાજિયાનું 'આપ'માંથી રાજીનામું

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 મે: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની એકતરફ જીત અને નરેન્દ્ર મોદી 26 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતાની સાથે જ દેશમાં તો સારા દિવસો આવી જશે પરંતુ આમ આદમી પાર્ટીના સારા દિવસો ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક બાજું આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં જેલની હવા ખાઇ રહ્યા છે જ્યારે બીજી બાજું પાર્ટી નેતા શાજિયા ઇલ્મીએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે.

આમ આદમી પાર્ટીની ફાઉન્ડર મેમ્બર શાજિયા ઇલ્મીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ બીજી કોઇ પણ પાર્ટીમાં જશે નહીં. રાજીનામાનું કારણ જણાવતા સાજિયાએ કહ્યું કે પાર્ટી છોડતા તેઓ ખૂબ જ દુ:ખી છે પરંતુ પાર્ટીમાં તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવે છે, માટે તેમણે આ નિર્ણય કર્યો છે. રાજીનામું આપવાની સાથે જ ઇલ્મીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો કે કેજરીવાલે જેલની રાજનીતિ બંધ કરી દેવી જોઇએ.

શાજિયાએ જણાવ્યું કે કેટલાંક નજીકના લોકોથી ઝકડાયેલા છે અરવિંદ કેજરીવાલ અને તેમની ચોકડી જ બધા નિર્ણયો કરે છે. શાજિયા ઇલ્મીએ જણાવ્યું કે પાર્ટીએ એક પછી એક ઘણી ભૂલો કરી છે અને પાર્ટીએ આત્મચિંતન કરવાની જરૂરિયાત છે.

આપને બતાવી દઇએ કે શાજિયા ઇલ્મીએ હાલમાં જ લોકસભા ચૂંટણી ગાઝિયાબાદથી લડી હતી, જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વી.કે. સિંહ સામે ભૂંડી રીતે હાર મેળવી હતી. ગયા વર્ષ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ તેણે ચૂંટણી લડી હતી. એ ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આપમાંથી એક પાન ખર્યું

આપમાંથી એક પાન ખર્યું

આમ આદમી પાર્ટીમાંથી શાજિયા ઇલ્મીએ આપ્યું રાજીનામું.

અરવિંદ કેજરીવાલ જેલભેગા

અરવિંદ કેજરીવાલ જેલભેગા

26 મી જાન્યુઆરી ગણતંત્રના દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે ધરણા કરીને દિલ્હીમાં વાતાવરણ તંગ બનાવી દીધું હતું. અને આજે તેઓ નીતિન ગડકરીએ કરેલા માનહાનિના કેસમાં જેલની હવા ખાઇ રહ્યા છે.

રાજીનામાનું કારણ જણાવતા સાજિયાએ કહ્યું કે

રાજીનામાનું કારણ જણાવતા સાજિયાએ કહ્યું કે

આમ આદમી પાર્ટીની ફાઉન્ડર મેમ્બર શાજિયા ઇલ્મીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ બીજી કોઇ પણ પાર્ટીમાં જશે નહીં. રાજીનામાનું કારણ જણાવતા સાજિયાએ કહ્યું કે પાર્ટી છોડતા તેઓ ખૂબ જ દુ:ખી છે પરંતુ પાર્ટીમાં તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવતા હતા, માટે તેમણે આ નિર્ણય કર્યો છે.

અરવિંદ કેજરીવાલ પર પ્રહાર

અરવિંદ કેજરીવાલ પર પ્રહાર

રાજીનામું આપવાની સાથે જ ઇલ્મીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો કે કેજરીવાલે જેલની રાજનીતિ બંધ કરી દેવી જોઇએ.

English summary
Shazia Ilmi resigns from AAP, blames Arvind Kejriwal for allowing cronyism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X