For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા દીક્ષિતની દિકરીને પણ દિલ્હી અસુરક્ષિત લાગી

|
Google Oneindia Gujarati News

sheila dikshit
નવી દિલ્હી, 9 માર્ચ : દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું કહેવું છે કે સ્વયં તેમની દીકરી પણ પોતાને રાજધાની દિલ્હીમાં પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતીય ન્યુઝ ચેનલ એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

શીલા દીક્ષિતે પોલીસ અને કાયદો વ્યવસ્થાની ટીકા કરતા જણાવ્યું કે "રાજધાનીમાં કાયદાની વ્યવસ્થાથી હું સંતુષ્ટ નથી. હું એમ નથી કહી શકતી કે દિલ્હીમાં 16 ડિસેમ્બરના રોજ બનેલી ઘટના બાદ દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોય એમ હું કહી શકું એમ નથી. મને આશા છે કે પોલીસની ભૂમિકા વધારે સક્રિય હોય, પણ આ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે કોઇની પાસે જાદુઇ લાકડી નથી."

તેમણે એ બાબત સ્વીકારી કે મહિલાઓની વિરુદ્ધ થતા અત્યાચારોના આંકડાઓ ચોંકાવનારા છે. આ પડકારનો હિમ્મત અને ધીરજથી સામનો કરવો પડશે. તેમણે જણાવ્યું કે એવું શા માટે છે કે રસ્તે ચાલતી મહિલાઓની છેડતી થાય છે. જ્યારે અમે સ્કૂલ - કોલેજ જતા હતા ત્યારે ક્યારેક સીટી સાંભળવા મળતી હતી. પણ આ પ્રકારની હરકતો થતી ન હતી.

મને ચિંતા છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાજધાનીમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો કરવા માટે વડાપ્રધાનને મોકલેલા પત્રનું શું થયું ત્યારે તેમણે જણાવ્યું કે વડાપ્રધાને તેમના પત્રનો જવાબ આપ્યો નથી. તેમણે જણાવ્યું કે "તમામ જવાબદારી માત્ર તંત્ર પર નાખી શકાય તેમ નથી. મને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વધારે ચિંતા થાય છે. તેની જવાબદારી મારા હિસ્સામાં નથી આવતી. પણ અહીં અમારી સરકારને પસંદ કરવામાં આવી છે આ કારણે મારે તેની ચિંતા કરવી પડી રહી છે."

તેમણે એમ પણ જણાવ્યું કે પોલીસની જવાબદારી લેફ્ટનન્ટ ગવર્નરથી થઇ જાય છે. તેનો અર્થ એ નથી કે દિલ્હી સરકાર પોતાના તરફથી કોઇ કાર્યવાહી કરે નહીં.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે એ બાબતને સ્વીકારો છો કે નહીં કે દિલ્હીમાં દરરોજ ચાર બળાત્કાર થાય છે ત્યારે તેમણે જવાબમાં હા કહી હતી. તેમનું કહેવું હતું કે "હું માનું છું કે આવા કિસ્સાઓ હવે બહાર આવી રહ્યા છે. એક સારી બાબત એ છે કે આવા ગુનાઓ હવે નોંઘાવવામાં આવી રહ્યા છે. અમે પીડિત મહિલાઓને મદદ કરવા માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે."

મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું કે બળાત્કાર અને હિંસાની ઘટનાઓ માત્ર દિલ્હીમાં બને છે એવું નથી. આવી ઘટનાઓ અન્ય શહેરોમાં પણ બની રહી છે. આવી બાબતો કોઇ સ્પર્ધાનો હિસ્સો બનવી ના જોઇએ.

English summary
Sheilas daughter feels unsafe in the capital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X