For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ સાથે અલગ-અલગ મુલાકાત કરશે દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ સાથે અલગ-અલગ મુલાકાત કરશે દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ ચાલુ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના, સહયોગી દળ ભાજપ પર સતત દબાણ બનાવી રહી છે. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા દિવાકર રાવત આજે રાજ્યપાલની અલગ-અલગ મુલાકાત કરશે.

shiv sena bjp

કહેવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જો કે, રાજભવન તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતાની રાજ્યપાલથી અલગ-અલગ મુલાકાતને દિવાળીના તહેવાર પર થતી ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ જ્યાં 105 સીટ જીતવામાં સફળ રહી ત્યારે શિવસેનાએ 56 સીટ પર કબ્જો જમાવ્યો.

2014ની ચૂંટણીના મુકાબલે ભાજપની સીટ ઓછી થઈ છે, શિવસેનાએ ભાજપ પર સીએમ પદને લઈ દબાણ બનાવવું શરૂ કરી દીધું છે. શિવસેનાએ કહ્યું કે પાર્ટી 50-50 ફોર્મ્યુલાથી પાછળ નહિ હટે. શિવસેનાનું કહેવું છે કે આ ડટાયેલ સત્તાનું રિમોટ કન્ટ્રોલ તેમના હાથમાં છે. બંને દળો વચ્ચે ચાલુ ખેંચતાણ વચ્ચે અહેવાલ મળી રહ્યા ચે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની 30 ઓક્ટોબરે મુલાકાત થઈ શકે છે.

પાકિસ્તાને એરસ્પેસ ના ખોલવા બદલ કડક એક્શનના મૂડમાં ભારતપાકિસ્તાને એરસ્પેસ ના ખોલવા બદલ કડક એક્શનના મૂડમાં ભારત

English summary
shiv sena and bjp will meet governor separately today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X