For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રંજન ગોગોઈની મુશ્કેલીઓ વધી, શિવસેના અને IUML પણ લાવી વિશેષાધિકાર પ્રસ્તાવ

રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સામે રાજ્યસભામાં વધુ બે પાર્ટી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સામે રાજ્યસભામાં વધુ બે પાર્ટી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી છે. શિવસેના અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(આઈયુએમએલ)એ ગોગોઈ સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે. શિવસેના અને આઈયુએમએલ પહેલા ટીએમસી, કોંગ્રેસ, સપા, સીપીઆઈ(એમ) પણ રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈ સામે રાજ્યસભામાં વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરી ચૂકી છે.

ranjan gogoi

શું કહ્યુ છે રંજન ગોગોઈએ

રંજન ગોગોઈને હાલમાં જ એક ટીવી ઈન્ટરવ્યુમાં રાજ્યસભામાં તેમની ઉપસ્થિતિ વિશે પૂછવામાં આવ્યુ હતુ. આના પર તેમણે કહ્યુ, કોરોનાને લઈને સંસદમાં સોશિયલ ડિસ્ટંસીંગના નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તેમનુ પાલન કરવામાં આવી રહ્યુ નથી. બેસવાની વ્યવસ્થા મને બહુ સહજ નથી લાગતી. જ્યારે મારુ મન કરે છે, જ્યારે મને લાગે છે કે મહત્વપૂર્ણ મામલો છે જેના પર મારે બોલવુ જોઈએ, હું રાજ્યસભા જતો રહુ છુ. હું એક નોમિનેટેડ સભ્ય છુ, કોઈ પાર્ટીના વ્હિપ મારા પર લાગુ થતા નથી માટે હું ત્યાં પોતાની મરજીથી જઉ છુ અને મરજીથી બહાર આવી જઉ છુ.

પ્રસ્તાવ પાસ થયો તો વધશે મુશ્કેલીઓ

રંજન ગોગોઈના આ ઈન્ટરવ્યુને લઈને વિપક્ષી દળ નારાજ છે. આને લઈને ઘણા પક્ષોએ તેમની સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ દાખલ કર્યો છે. પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે નિવેદનથી વિશેષાધિકારનો ઉલ્લંઘન થયુ છે. જો રાજ્યસભાના સભાપતિ વિશેષાધિકાર હનન પ્રસ્તાવનો યોગ્ય માને છે તો તેને હાઉસ પ્રિવિલેજ કમિટી આગળ મોકલી શકાય છે. રાજ્યસભામાં વિશેષાધિકાર પ્રસ્તાવ પાસ થવા પર સભ્યનુ રાજ્યસભાનુ સભ્યપદ પણ જઈ શકે છે.

English summary
Shiv Sena and IUML move privilege motions against Rajya Sabha MP Ranjan Gogoi on his remarks on attending the House
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X