For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની કરી માંગ, ‘પીએમ હોત તો પાકિસ્તાનના ના બનત'

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વીર સાવરકર વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વીર સાવરકર વિશે મોટુ નિવેદન આપ્યુ છે. ઠાકરેએ કહ્યુ કે વીર સાવરકર જો દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનનો જન્મ જ ના થાત. આ સાથે જ ઠાકરેએ સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી. વળી, સોમવારે ઠાકરેએ રામ મંદિર વિશે મોટુ નિવેદન આપીને કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે તે આવે પરંતુ જે રીતે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો એ જ હિંમતથી રામ મંદિરનુ નિર્માણ પણ શરૂ કરાવે.

Uddhav Thackeray

મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા શિવસેના પ્રમુખે કહ્યુ કે જો વીર સાવરકર આ દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનનો જન્મ જ ના થાત. આપણી સરકાર હિંદુત્વની સરકાર છે અને આજે હું વીર સાવરકર માટે ભારત રત્નની માંગ કરુ છુ. તેમના આ નિવેદન બાદ વિવાદ થવાનુ માનવામાં આવી રહ્યુ છે.

વળી, સોમવારે ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને કહ્યુ હતુ કે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે ત્યારે આવી શકે છે. આ કારણે તે રામ મંદિરની પહેલી ઈંટ મૂકવા માટે તૈયાર રહે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે. આ કારણે રાજકીય નિવેદનબાજી વધી ગઈ છે. શિવસેનાની છબી કટ્ટર હિંદુત્વની રહી છે. સાવરકર વિશે આપેલા તેમના નિવેદનને પણ આની સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં આતંકીઓ માટે જગ્યા બનાવી રહી છે સરકારઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ કાશ્મીરમાં આતંકીઓ માટે જગ્યા બનાવી રહી છે સરકારઃ રાહુલ ગાંધી

English summary
Shiv Sena Chief Uddhav Thackeray demand Bharat Ratna for Veer Savarkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X