For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેની તાજપોશી આજે, શિવસેના-NCP-કોંગ્રેસના બે-બે મંત્રી લેશે શપથ

આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. વળી, ગઠબંધનમાં શામેલ ત્રણે પક્ષોના બે-બે નેતા મંત્રી પદના શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં રાજકીય દંગલ હવે થમી ગયુ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. વળી, ગઠબંધનમાં શામેલ ત્રણે પક્ષોના બે-બે નેતા મંત્રી પદના શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ બેસનાર ઠાકરે ખાનદાનના પહેલા સભ્ય હશે. શપથગ્રહણ સમારંભ મુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે થશે.

shivsena

તમને જણાવી દઈએ કે શિવસેનાના પરિવારના પહેલા સભ્ય સીએમની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે. એટલા માટે આ શપથગ્રહણ સમારંભને ઐતિહાસિક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. શપથ સમારંભ શિવાજી પાર્કમાં થશે જે શિવસેના માટે ખૂબ ખાસ છે. શપથ ગ્રહણ સમારંભ માટે ભવ્ય આયોજનની તૈયારી કરવામાં આવી રહી છે. શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ થશે જ્યાં 6000 સ્ક્વેર ફીટનો મંચ બનાવવામાં આવશે જેના પર 100 ખુરશીઓ લગાવવામાં આવશે. વળી, જે લોકો શિવાજી પાર્કના અંદર આવી શકે તેઓ સરળતાથી શપથ ગ્રહણ સમારંભ જોઈ શકે તેના માટે 20 એલઈડી લગાવવામાં આવશે.

માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે સાથે ત્રણે પાર્ટીઓના બે-બે નેતાઓ પણ શપથ લઈ શકે છે. એનસીપી તરફથી જયંત પાટિલ અનેછગન ભુજબળ કે અજિત પવાર શપથ લઈ શકે છે. વળી, શિવસેના તરફથી સુભાષ દેસાઈ અને એખનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. જ્યારે કોંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને પૂર્વ સીએમ અશોક ચવ્હાણ શપથ લેશે.

એનસીપી નેતા પ્રફૂલ્લ પટેના જણાવ્યા મુજબ ત્રણે પક્ષોના નેતાઓ વચ્ચે સંમતિથી વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. 3 ડિસેમ્બરના રોજ બહુમત સાબિત કર્યા બાદ આગળ મંત્રીમંડળનો વિસ્તાર થશે. તેમણે કહ્યુ કે સ્પીકર કોંગ્રેસ પાર્ટીમાંથી હશે જ્યારે ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર એનસીપીના હશે.

આ પણ વાંચોઃ શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ, સુરક્ષા પર HCએ વ્યક્ત કરી ચિંતાઆ પણ વાંચોઃ શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો શપથગ્રહણ, સુરક્ષા પર HCએ વ્યક્ત કરી ચિંતા

English summary
Shiv sena Chief Uddhav Thackeray to be sworn in as CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X