For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફડણવીસ સરકારની રચનાના વિરોધમાં શિવસેના અને કોંગ્રેસ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ગુપચુપ રીતે કરાયેલ મોટી ઉલટફેર બાદ હવે નવો વળાંક આવી ગયો છે. કોંગ્રેસ અને શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસ સરકારના શપથગ્રહણને કાયદાકીય પડકાર ફેંક્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ગુપચુપ રીતે કરાયેલ મોટી ઉલટફેર બાદ હવે નવો વળાંક આવી ગયો છે. કોંગ્રેસ અને શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસ સરકારના શપથગ્રહણને કાયદાકીય પડકાર ફેંક્યો છે. શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસના સીએમ અને અજીત પવારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શિવસેનાએ આ બાબતે આજ રાતની સુનાવણી કરવાની માંગ કરી છે.

SC

સરકારની રચનાના વિરોધમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં હાજર થનારા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે કહ્યુ, અમારા લોકો એ જ છે. અત્યારે રજિસ્ટ્રી ખુલી છે. તે કેસની તાત્કાલિકતા પર નિર્ણય કશે. ત્રણ પાર્ટીઓ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આગળની કાર્યવાહી માટે આના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે સરકાર બનાવવા માટે તૈયાર દેખાઈ રહેલી શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન એ વખતે ચોંકી ગયુ જ્યારે સવારે દેવેન્દ્ર ફડણવીસે સીએમ તરીકે શપથ લીધાની માહિતી મળી. આ શપથ ગ્રહણથી મીડિયાને દૂર રાખવામાં આવ્યુ હતુ જેના વિશે પણ સવાલ ઉઠી રહ્યા છે.

ડેપ્યુટી સીએમ બનેલા અજીત પવાર, એનસીપી શરદ પવારના ભત્રીજા છે. શરદે અજીતના પગલાને વ્યક્તિગત ગણાવ્યુ છે અને કહ્યુ છે કે એનસીપી તેમનુ સમર્થન નહિ કરે. વળી, આગામી પગલા અંગે વિપક્ષી પાર્ટીઓની બેઠકોનો દોર ચાલુ છે. કોંગ્રેસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકા પરપણ સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 145નો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અન કોંગ્રેસને 44સીટો મળી છે. ભાજપ અને શિવસેના ચૂંટણીથી પહેલા સાથે હતી અને માટે બંને પાસે બહુમતનો આંકડો હતો. જો કે ગઠબંધન તૂટી ગયુ અને ભાજપને સરકાર બનાવવા માટે 40 સીટોની જરૂર પડી ગઈ.

આ પણ વાંચોઃ ઉલટફેર બાદ NCP ધારાસભ્ય દળના નેતા પદેથી અજીત પવારને હટાવાયાઆ પણ વાંચોઃ ઉલટફેર બાદ NCP ધારાસભ્ય દળના નેતા પદેથી અજીત પવારને હટાવાયા

English summary
Shiv Sena has filed a writ petition in the Supreme Court against maharashtra govt formation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X