પ્રધાનમંત્રી પદ માટે ગડકરીનું સમર્થન કરીશુ: શિવસેના
એનડીએ સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર ભાજપ પર પ્રહાર કર્યા છે. શિવસેના પહેલાથી કહેતી આવી છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેઓ કોઈ પણ ભોગે ભાજપનો સાથ નહીં આપે. પરંતુ હવે શિવસેના સાંસદ સંજય રાઉત ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી પરિણામ ત્રિશંકુ આવે અને નીતિન ગડકરી પીએમ તરીકે ઉભરી શકે ત્યારે તેઓ તેમની પાર્ટીનું સમર્થન કરશે.
આ પણ વાંચો: અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુ

ભાજપ ફક્ત પોતાનું વિચારે તો અમે પણ અમારું વિચારીશુ
એક ઇંગલિશ પેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિવસેનાના શબ્દકોશમાં ગઠબંધન જેવો કોઈ શબ્દ નથી. તેમને કહ્યું કે ભાજપ ફક્ત પોતાનું વિચારે છે તો અમે પણ અમારું વિચારીશુ. આવું પહેલીવાર નથી જયારે શિવસેનાએ ભાજપ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો છે.

રાફેલ મામલે કોંગ્રેસની માંગનું સમર્થન કર્યું હતું
લાંબા સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે ખટાસ આવી ચુકી છે. એટલું જ નહીં પરંતુ સંસદમાં પણ શિવસેના ભાજપ સામે અવાઝ ઉઠાવી ચુકી છે. જયારે ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ મહારાષ્ટ્રમાં પોતાના કાર્યકર્તાઓને એકલા ચૂંટણી લડવાની તૈયારી કરવાની વાત કહી ચુક્યા છે. શિવસેનાને પણ જયારે મોકો મળે છે ત્યારે તેઓ ભાજપ પર પ્રહાર કરે છે.

ગઠબંધન પર શુ બોલ્યા રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે ગઠબંધન માટે થઇ રહેલી રાજનૈતિક પાર્ટીઓની મોરચાબંધી પર જણાવ્યું કે તેઓ કોંગ્રેસ વિના સફળ નહીં થઇ શકે. તેમને કહ્યું કે જો ગઠબંધનમાં કોંગ્રેસ શામિલ નહીં થાય તો તેઓ નહીં જીતી શકે.