For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુ

એનડીએ સહયોગી દળ શિવસેના અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે રવિવારે સાફ કહ્યું છે કે તેમના જુના સાથી ગઠબંધન નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી તેમને કચડી નાખશે.

|
Google Oneindia Gujarati News

એનડીએ સહયોગી દળ શિવસેના અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે રવિવારે સાફ કહ્યું છે કે તેમના જુના સાથી ગઠબંધન નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી તેમને કચડી નાખશે. તેમને એવું પણ કહ્યું કે ચૂંટણી પહેલા જો ગઠબંધન થાય તો ભાજપ આ વાતની પુરી કોશિશ કરશે કે તેમના સાથી ચૂંટણીમાં જીત નોંધાવે. અમિત શાહે આ નિવેદન લાતુર, ઓશમાનાબાદ, હિંગોળી અને નાદેરથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા આપ્યું હતું.

આ પણ વાંચો: અમિત શાહને ફસાવવા માટે કોંગ્રેસે કર્યો હતો CBIનો ઉપયોગઃ સ્મૃતિ ઈરાની

અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી

અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી

અમિત શાહે કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓને શિવસેના સાથે ગઠબંધન અંગે કોઈ પણ પ્રકારની દુવિધામાં નહીં પડવું જોઈએ. જો સાથી સાથે આવશે તો અમે ચૂંટણીમાં તેમની જીત નક્કી કરાવીશુ પરંતુ જો તેઓ ગઠબંધન નહીં કરે તો તેમને ચૂંટણીમાં હરાવીશુ. પાર્ટીના કાર્યકર્તાઓને દરેક બૂથની તૈયારી શરુ કરી દેવી જોઈએ. ધ્યાન આપવા જેવી બાબત છે કે અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે 48 લોકસભા સીટોમાંથી 40 સીટો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભાજપ અને શિવસેના સામસામે

ભાજપ અને શિવસેના સામસામે

સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ગઠબંધન જયારે થવાનું હશે ત્યારે થશે પરંતુ આપણે 48 સીટો પર તૈયારી શરુ કરી દેવી જોઈએ. જો ગઠબંધન થશે ત્યારે આપણા પ્રયાસનો ફાયદો સાથીઓને મળશે. પરંતુ જો ગઠબંધન નહીં થયું તો 48 લોકસભા સીટોમાંથી 40 સીટો જીતવાનું લક્ષ્ય રાખીશુ. અમિત શાહના નિવેદન થી નારાજ શિવસેનાએ કહ્યું કે ભાજપા અહંકારી છે. શિવસેનાએ કહ્યું કે તેઓ કોઈ પણ પડકાર લેવા માટે તૈયાર છે.

ભાજપ ઇવીએમમાં ગરબડી કરી શકે છે

ભાજપ ઇવીએમમાં ગરબડી કરી શકે છે

શિવસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે એવું લાગે છે કે ભાજપને એવા લોકોનો સાથ જોઈએ છે, જેઓ હિંદુત્વના સમર્થક હોય. હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ભાજપને તેની જગ્યા બતાવી દીધી છે. મહારાષ્ટમાં પણ લોકો એવું જ કામ કરશે. શિવસેનાએ એવું પણ કહ્યું કે જો ભાજપ 40 સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે તેનો મતલબ કે તેઓ ઈવીએમ ગરબડી પર ભરોષો કરી રહ્યા છે.

English summary
Amit Shah big attack on Shivsena says we will crush ex partners if they they dont come together
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X