For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Patra Chawl land scam: શિવસેના સાંસદ સંજય રાઉતને મળ્યા જામીન, 3 મહિનાથી બંધ છે જેલમાં

શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. બુધવારે સંજય રાઉતની જામીન અરજી પર સુનાવણી કરીને મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. તમને જણાવી દઈએ કે સંજય રાઉત પાત્રા ચૉલ ભૂમિ કૌભાંડના આરોપમાં 3 મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ છે. જો કે, અધિક સૉલિસિટર જનરલે જામીનના આદેશની અમલવારી પર થોડા સમય માટે સ્ટે માંગ્યો છે.

sanjay raut

અધિક સૉલિસિટર જનરલનુ કહેવુ છે કે આ આદેશ પર થોડા દિવસો માટે રોક લગાવવી જોઈએ જેથી કરીને ED મુંબઈની PMLA કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. તમને જણાવી દઈએ કે શિવસેના સાંસદ સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની પીએમએલએ કોર્ટ આજે બપોરે 3 વાગે શિવસેનાના સાંસદ સંજય રાઉતને જામીન આપવાના આદેશ પર સ્ટે મૂકવાની માંગ પર સુનાવણી કરશે.

શિવસેના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મુંબઈમાં પાત્રા ચૉલના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. EDની તપાસ ઉપનગરીય ગોરેગાંવમાં ચૉલ કે મકાનોના પુનઃવિકાસ સંબંધિત રૂ. 1,034 કરોડની કથિત નાણાકીય ગેરરીતિઓ અને કથિત રીતે તેમની પત્ની અને સહયોગીઓ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત છે.

પાત્રા ચૉલના નામથી ઓળખાતુ સિદ્ધાર્થ નગર ઉપનગરીય ગોરેગાંવમાં 47 એકરમાં ફેલાયેલુ છે. તેમાં 672 ભાડુઆત પરિવારો છે. 2008માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીએ એચડીઆઈએલ(હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ)ની એક સહયોગી કંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને ચૉલ માટે એક પુનર્વિકાસ કૉન્ટ્રાક્ટ સોંપ્યો હતો. જીએસીપીએમનો ભાડુઆતો માટે 672 ફ્લેટ બનાવવા અને મ્હાડાને અમુક ફ્લેટ આપવાના હતા. જો કે ઈડીના જણાવ્યા મુજબ છેલ્લા 14 વર્ષોમાં ભાડુઆતોને એક પણ ફ્લેટ મળ્યો નથી કારણકે કંપનીએ પાત્રા ચૉલનો પુનર્વિકાસ ના કર્યો. તેણે 1034 કરોડ રુપિયામાં આ જમીન પાર્સલ અને ફ્લોર સ્પેસ ઈંડેક્સને વેચી દીધી.

English summary
Shiv Sena MP Sanjay Raut gets bail by pmla court in Patra Chawl land scam case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X