For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં 18 લોકોના મોત પર શિવસેના બોલી, 'ઘટના માટે BMC જવાબદાર નથી'

મુંબઈના મલાડમાં દિવાલ પડવાથી 18ના મોત થયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ મોત માટે ગેરકાયદેસર નિર્માણને જવાબદાર ગણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ ચાલી રહ્યો છે. વરસાદના કારણે મુંબઈમાં બે જગ્યા મલાડ અને કલ્યાણમાં દિવાલ પડી ગઈ. મલાડમાં દિવાલ પડવાથી 18ના મોત થયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ મોત માટે ગેરકાયદેસર નિર્માણને જવાબદાર ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ ઘટના માટે બીએમસી જવાબદાર નથી. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસોથી મુંબઈમાં થઈ રહેલ વરસાદે બે દશકનો રેકોર્ડ તોડી દીધો છે.

Sanjay Raut

મલાડની દૂર્ઘટના પર પ્રતિક્રિયા આપતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે આ બીએમસીની નિષ્ફળતા નથી. આ એક દૂર્ઘટના છે. આનુ કારણ ભારે વરસાદ છે. મુંબઈમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર નિર્માણ છે. બીએમસીનું આની સાથે કોઈ લેવાદેવા નથી. વળી, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) તરફથી કહેવામાં આવ્યુ છે કે આજે (2 જુલાઈ) બધી સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે. આ સાથે જ બધી સરકારી અને ખાનગી ઓફિસો પણ બંધ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે મલાડમાં થયેલી દૂર્ઘટનામાં ગયેલા જીવ માટે તે દુઃખી છે અને બધા પરિવારો સાથે છે. બધા ઘાયલોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરે છે. મુખ્યમંત્રીએ બધા મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની મદદ આપવાનું એલાન કર્યુ છે. વરસાદના કહેરને જોતા સેન્ટ્રલ રેલવેએ પણ અમુક લાંબા અને નાના અંતરની ટ્રેનો રદ કરી દીધી છે. રેલવે તરફથી લગભગ આઠ મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

સ્કાઈમેટે જણાવ્યુ કે મુંબઈમાં ત્રણ જુલાઈથી પાંચ જુલાઈ વચ્ચે પૂરનુ ગંભીર જોખમ છે. આ દરમિયાન 200 મિમી કે તેનાથી વધુ વરસાદ રોજ થશે કે જે સામાન્ય જનજીવન અટકાવી દેશે. મુંબઈમાં બે દિવસની અંદર 550 મિમી વરસાદ થયો જે છેલ્લા એક દશકમાં બે દિવસમાં થયેલો સૌથી વધુ વરસાદ છે. સોમવારે સવારે થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયુ જેના કારણે ટ્રાફિક જામ પણ થયો અને ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી.

આ પણ વાંચોઃ પૂલમાં આ અંદાજમાં દેખાઈ કપિલ શર્માની 'ઑનસ્ક્રીન વાઈફ' સુમોના, ફોટા વાયરલઆ પણ વાંચોઃ પૂલમાં આ અંદાજમાં દેખાઈ કપિલ શર્માની 'ઑનસ્ક્રીન વાઈફ' સુમોના, ફોટા વાયરલ

English summary
Shiv Sena MP Sanjay Raut on 18 dead in malad, says It's not BMC's failure, It is an accident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X