શિવસેનાએ જાહેર કરી પ્રથમ યાદી, મનોહર જોશીનું પત્તુ કપાયુ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 28 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણી પહેલાં શિવસેનાએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં પાર્ટીના સિનીયર નેતા મનોહર જોશીનું નામ સામેલ નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને લોકસભા સ્પીકર રહી ચૂકેલા મનોહર જોશી સાઉથ સેન્ટ્રલ મુંબઇથી ટિકીટ ઇચ્છતા હતા, પરંતુ આ સીટ પરથી રાહુલ શેવાલેને ટિકીટ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રની 48 સીટો પર ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન મુજબ ભાજપ 26 અને શિવસેના 22 સીટો પર ઉમેદવાર ઉતારશે. શિવાસેનાએ પોતાના કોટામાંથી 15 સીટો પર ઉમેદવારની જાહેરાત કરી દિધી છે અને હવે 7 સીટો બાકી છે. એવામાં મનોહર જોશીને બીજી કોઇ સીટ પરથી ટિકીટ મળવાની સંભાવના એકદમ ઓછી છે.

uddav-joshi

તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે અને ગત લોકસભામાં શિવસેનાએ 22 ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી તેમને 11 સીટો પર જીત નોંધાવી હતી. જો કે શિવસેનાનું ભાજપની સાથે સાથે રામદાસ અઠાવલેની આરપીઆઇ સાથે પણ ગઠબંધન છે.

જે સીટોના નામની જાહેરાત કરવામાં આવી છે તે આ પ્રમાણે છે

મુંબઇ: અરવિંદ સાવંત

દક્ષિણ મધ્ય મુંબઇ: રાહુલ શેવાલે

ઉત્તર પશ્વિમ મુંબઇ: ગજાનન કીર્તિકર

થાણે: રાજન વિચારે

કલ્યાણ: ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે

ઔરંગાબાદ: ચંદ્રકાંત ખૈર

હિંગોળી: સુભાષ વાનખેડે

પરભણી: સંજય જાધવ

અમરાવતી: આનંદરાવ અડસૂલ

બુલઢાણા: પ્રતાપરાવ જાધવ

યવતમલ: ભાવના ગવલી

રામટેક: કૃપાલ તુમાણે

રાયગઢ: અનંત ગીતે

રત્નાગિરી-સિંધુદુર્ગ: વિનાયક રાઉત

English summary
Shiv Sena today announced 15 of the total 22 candidates in Maharashtra for the Lok Sabha polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.