Maharastra Political Crisis: શિવસેના પર અધિકારને લઇને ઉદ્ધવ-શિંદે વિવાદ પર સુપ્રિમ કોર્ટ આજે નિર્ણય
Maharastra Political Crisis: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગૃપ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ રાજનીતિક સંકટ પર સુપ્રિમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે. આ વિવાદ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે.

સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદથી એ નક્કી થશે કે, એકનાથ શિંદે પ્રદેશના મુખ્યમંત્રી રહેશે કે, તેમના દ્વારા કરવામાં આવેલ બગાવત ગેર કાયદેસર હતી. ઠાકરે અને શિંદે બંને ગૃપમાં શિવસેના પર પોતાનો દાવ કરવામાં આવ્યો છે. બંન્નેને આશા છે કે, તેમની જીત થશે.
જણાવી દઇએ કે, આ સમગ્ર વિવાદ 2022 માં શરુ થયો હતો. જ્યારે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બગાવત કરતા એકનાથ શિંદે પોતાની સાથે 40 ધારાસભ્યોને લઇને અલગ થઇ ગયા હતા.
ગયા વર્ષે જૂન મહિનામાં છેલ્લા સપ્તાહમાં બાગી ધારાસભ્યોએ અસમ શિપ્ટ થઇ ગયા હતા. ઇહિયાથી તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવા માટે દાવો કર્યો હતો. એકનાથ શિંદે ગૃપમાં શિવસેના તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.
ઉદ્ધવ ઠાકરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દિધુ હતુ. અને એકનાથ શિંદેએ સીએમ પદની શપથ લીધી હતી. સુપ્રિમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક નહોતી લગાવી, જેની અનુમતી રાજ્યપાલ ભગતસિહ કોશ્યારીએ આપી હતી. 4 જુલાઇએ એકનાથ શિંદે સરકારનો ફલોર ટેસ્ટ થયો હતો.
ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે ગૃપ સુપ્રિમ કોર્ટ પહોચ્યુ હતુ. જ્યાં બાગી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. જે એકનાથ ગૃપમાં ચાલ્યા ગયા હતા. ચૂટણી આયોગે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ-તીર અને પાર્ટીનું નામ શિવસેના એકનાથ શિદે ગૃપને આપી દિધુ હતુ. જ્યારે ઉદ્ધવ ઠાકરે ગૃપને ટોર્ચ આપવામાં આવ્યુ પાર્ટીનું નામ શિવ સેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે આપવામાં આવ્યુ
ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરેના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, આ સુપ્રિમ કોર્ટ નક્કી કરશે કે દેશમાં લોકતંત્ર બચ્યુ છે કે, ખતમ થઇ ગયુ છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, એકનાથ શિંદે સીએમ બનેલા રહેશે. કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવશે. શિંદે રાજીનામુ કેમ આવશે, કોઇ પણ પ્રકારના અનુમાન કરવાની જરૂર નથી. આખરે તેમણે ભૂલ શુ કરી છે.












Click it and Unblock the Notifications
