For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ CM બનતા જ શિવસેનાએ સાધ્યુ ભાજપ પર નિશાન, ‘ભગવા ધ્વજ સાથે દુશ્મની...'

ઉદ્ધવ ઠાકરેએ સીએમની ખુરશી સંભાળતા જ શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે. રાજ્યમાં મહા વિકાસ અઘાડી (કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ગઠબંધન)ની સરકાર બની છે. ઉદ્ધવ ઠાકરેએ સીએમની ખુરશી સંભાળતા જ શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. સામનામાં શુક્રવારે પોતાના સંપાદકીયમાં લખ્યુ છે કે, 'મહારાષ્ટ્ર હવે લાઈનમાં નહિ ઉભુ રહે પરંતુ આગળ રહીને કામ કરશે.' આમાં લખ્યુ છે કે, 'મહારાષ્ટ્ર દિલ્લીના દરબારમાં ચોથી-પાંચમી લાઈનમાં ઉભુ નહિ રહે પરંતુ આગળ રહીને કામ કરશે, પરંપરા એ જ રહી છે. આ પરંપરાનો ભગવો ધ્વજ મહારાષ્ટ્ર વિધાનસભા અને મંત્રાલય પર લહેરાયો છે. ભગવા ધ્વજ સાથે દુશ્મની ના લો, દુશ્મની કરશો તો પોતાનુ જ નુકશાન કરશો. હવે મહારાષ્ટ્રમાં સુરાજ્યનો ઉત્સવ શરૂ થઈ ગયો છે, જુઓ છો શું? શામેલ થાવ.'

મહારાષ્ટ્ર દિલ્લીશ્વરોનુ ગુલામ નથી

મહારાષ્ટ્ર દિલ્લીશ્વરોનુ ગુલામ નથી

સામનામાં લખ્યુ છે કે, 'દિલ્લી ભલે દેશની રાજધાની હોય પરંતુ મહારાષ્ટ્ર દિલ્લીશ્વરોનુ ગુલામ નથી. આ તેવર બતાવનાર ઉદ્ધવ ઠાકરે આજે રાજ્યના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે. એટલા માટે હવે મહારાષ્ટ્રના તેવર અને સરકારની છાતી ફૂલેલી રહેશે, એવો વિશ્વાસ રાખવામાં કોઈ વાંધો નથી.'

અર્થવ્યવસ્થા મુંબઈના ભરોસે ચાલી રહી છે

અર્થવ્યવસ્થા મુંબઈના ભરોસે ચાલી રહી છે

દિલ્લીને સૌથી વધુ પૈસા મહારાષ્ટ્ર આપે છે, દેશની અર્થ વ્યવસ્થા મુંબઈના ભરોસે ચાલી રહી છે. સૌથી વધુ રોજગાર મુંબઈ જેવુ શહેર જ આપે છે. દેશની સીમા પર મહારાષ્ટ્રના જવાન શહીદ થઈ રહ્યા છે. દેશની સીમાનુ સુરક્ષા તો મહારાષ્ટ્રની પરંપરા રહી છે. એટલે હવે મહારાષ્ટ્ર સાથે અન્યાય નહિ થાય અને તેનુ સમ્માન કરવામાં આવશે, આનુ ધ્યાન મુખ્યમંત્રીએ રાખવાનુ રહેશે.

આ પણ વાંચોઃ જાણો કેટલી સંપત્તિના માલિક છે આ જાણીતી અભિનેત્રીઓના પતિઆ પણ વાંચોઃ જાણો કેટલી સંપત્તિના માલિક છે આ જાણીતી અભિનેત્રીઓના પતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા

સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને લખ્યુ કે નિઃશંકપણે ભાજપ અને શિવસેનામાં અણબનાવ છે પરંતુ નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરેનો સંબંધ ભાઈ-ભાઈનો છે. પ્રધાનમંત્રી આખા દેશના હોય છે, માત્ર એક પાર્ટીના નહિ, એનો સ્વીકાર કરીએ તો જે પોતાના વિચારોના નથી, તેમના માટે સરકાર પોતાના મનમાં રાગ-લોભ કેમ રાખે? સંઘર્ષ અને લડાઈ આપણા જીવનનો હિસ્સો છે.

English summary
shiv sena slams bjp in saamana after oath ceremony of party chief uddhav thackeray as CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X