For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ગઠબંધન, ભાજપ 25 તો શિવસેના 23 લોકસભા સીટ પર લડશે

મહારાષ્ટ્રમાં ભાજપ 25 તો શિવસેના 23 લોકસભા સીટ પર લડશે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના એકસાથે ચૂંટણી લડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ ફડણવીસે જણાવ્યું કે રાજ્યની 48 સીટમાંથી ભાજપ 25 અને શિવસેના 23 સીટ પર ચૂંટણી લડશે. બંને પા્ટીના અધ્યક્ષોની બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સમાં આ અંગે એલાન કરવામાં આ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પણ બંને પાર્ટીએ સાથે મળીને લડવાનો ફેસલો લીધો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પણ થનાર છે.

વિધાનસભામાં બરાબર સીટ પર લડશે

વિધાનસભામાં બરાબર સીટ પર લડશે

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે દેશહિતને સૌથી ઉપર રાખતાં આ ફેસલો લેવામાં આ્યો છે. અમને પૂરી અપેક્ષા છે કે એનડીએ 2019માં ફરીથી સત્તામાં આવીશું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા માટે હજુ એનડીએના અન્ય સહયોગીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે. અન્ય સહયોગિઓની સીટ છોડ્યા બાદ વિધાનસભામાં ભાજપ અને શિવસેના બરાબર સીટો પર લડશે. ફડણવીસે કહ્યું કે બંને પાર્ટીઓની વિચારધારા એક છે અને અમે ઉદ્ધવ ઠાકરેની રામ મંદિર નિર્માણની માંગ સાથે છીએ.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ગત 30 વર્ષથી અમે સાથે છીએ. 25 વર્ષથી સાથે રહ્યા પણ પાંચ વર્ષથી બધું ઠીક નથી પરંતુ ફરીથી પણ સરકારને સલાહ આપતો રહ્યો. અમિત શાહે કહ્યું કે શિવસેના અને ભાજપ રાજ્યની 48 સીટોમાંથી 45 સીટ પર જીત નોંધાવશે.

શાહ-ઠાકરેની મુલાકાત બાદ એલાન

શાહ-ઠાકરેની મુલાકાત બાદ એલાન

દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ-શિવસેના ગઠબંધનનું એલાન કર્યું છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે થયેલ બેઠક બાદ આ વાતની ઘોષણા કરવામાં આી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સોમવારે મુલાકાત કરી હતી. બંને વચ્ચે થયેલ આ મુલાકાત આગામી ચૂંટણીમાં ગઠબંધનને લઈ ચર્ચા માટે થઈ હતી, જે બાદ ગઠબંધનનું એલાન કરવામાં આવ્યું.

બંને પાર્ટીઓમાં અણબન ચાલી રહી હતી

બંને પાર્ટીઓમાં અણબન ચાલી રહી હતી

બંને પા્ટીઓની મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકાર છે પરંતુ પાછલા કેટલાક સમયથી ભાજપ અને શિવસેનાના સંબંધ ઠીક નથી ચાલી રહ્યા, જેને પગલે શિવસેનાએ એકલા જ ચૂંટણી લડવાની વાત પણ કહી હતી. હાલના દિવસોમાં શિવસેનાએ ભાજપને લઈ ભારે આક્રમક વલણ પણ અપનાવી રાખ્યું હતું અને તેઓ સતત કેન્દ્ર સરકારની આલોચના કરી રહી હતી.

મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 સીટ છે. ભાજપ અને શિવસેનાએ 2014માં ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે લોકસભાની 26 સીટ પર ચૂંટણી લડી હતી અને 23 સીટ પર જીત મેળવી હતી જ્યારે શિવસેનાએ 22 સીટ પર ચૂંટણી લડી હતી અને 18 સીટ પર જીત હાંસલ કરી હતી.

આજે પણ વધ્યા પેટ્રોલના અને ડીઝલના ભાવ આજે પણ વધ્યા પેટ્રોલના અને ડીઝલના ભાવ

English summary
Shiv Sena will fight on 23 seats and BJP will fight on 25 seats in the upcoming Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X