શિવસેનાનો મોદી અને ભાજપ પર મોટો હુમલો, 'નમો'ના પિતાના નામ પર માર્યા મેણાં

મુંબઇ, 14 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબતોડ રેલીઓથી હચમચી ઉઠેલી શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે.

શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં ફરી એકવાર મોદી પર પ્રહાર કરતાં ભાજપને અસલી દુશ્મન ગણાવ્યું છે. તો બીજી તરફ શિવસેનાએ પીએમ નરેન્દ્ર મોદીના પિતાના નામ પર પણ મેણાં માર્યા અને કહ્યું કે અમારા સમર્થન વિના મોદીના પિતા પણ બહુમત ન અપાવી શકે.

સામનામાં લખાયેલા એડિટોરિયલમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એકલા ભાજપના નામ પર તો જનાદેશ મળતો નહી. નરેન્દ્ર મોદી મતલબ કાઢી ગયા તો ઓળખતા નથી જે સ્થિતીમાં હતા તે સ્થિતિમાં આવી ગયા. એટલા માટે ભાજપનો ઢોંગ સામે લાવવો અમારું કર્તવ્ય છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના પ્રમુખ (બાલાસાહેબ)ની નકલના જોરે 'નમો'ના રાજકારણનો ઉદય થયો અને હવે તે તેના ખાતમાની યોજના બનાવવા લાગ્યા છે.

સામનામાં લખ્યું છે કે ભાજપે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી દિધી છે. વડાપ્રધાને મોદી અને તેમના આખા મંત્રીમંડળે શિવસેનાને હરાવવાનું બીડું ઝડપ્યું છે. પરંતુ તે પોતે પાક વિરોધીઓના મૂળિયાને ખોદવામાં લાગી ગયા છે. રાજ્યોના ભાજપ સાંસદો અને મંત્રીઓને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. પોતે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને કેન્દ્રિય મંત્રીમંડળની ફોજ મહારાષ્ટ્રમાં ઉતરી છે અને શિવસેનાને હરાવવાનું બીડું ઉઠાવ્યું છે.

uddhav

ઉદ્ધવ ઠાકરે ભાજપ પર મહારાષ્ટ્રમાં ગુજરાતીઓને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એ પણ લખ્યું છે કે ભાજપ મુલાયમ-લાલૂની માફક જાતિવાદ અને પ્રાંતવાદનું રાજકારણ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું છે ત્યારથી સામનામાં સતત ભાજપ અને મોદી પર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. શિવસેનાએ એ પણ કહ્યું કે સત્તાના લોભની દુવિધામાં વહીને ભાજપે 25 વર્ષ જૂનો સંબંધ તોડી દિધો છે. શિવસેના દ્વારા મરાઠી અસ્મિતતાનો મુદ્દો ઉઠાવીને ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મરાઠી હિતની હિમાયત કરી વોટ માંગી રહેલા ભાજપના નેતા યેદિયુરપ્પા અને મનોહર પરિકર જેવા નેતા પાસે ચૂંટણી પ્રચાર કરાવી રહ્યાં હતા. આ આલેખમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીને મરેલો સાંપ ગણાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X