કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર પરનું સંકટ ટળ્યું, ભાજપનું ઓપરેશન લોટસ ફેલ

કર્ણાટકમાં ફરીથી ભાજપનું ઓપરેશન લોટસ થયું ફેલ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભાજપનું સરકાર બનાવવાનું સપનું ફરીથી તૂટી ગયું છે. રાજ્યમાં ભાજપનું ઓપરેશન લોટસ ફરી એકવાર ફેલ થયું છે. પાર્ટી પ્રદેશમાં જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનને તોડવાની કોશિશમાં વિફળ રહી. જેવી રીતે સમાચાર મળી રહ્યા હતા કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ગઠબંધન છોડી શકે છે, તેઓ ફરી પાર્ટીની સાથે જોવા મળી રહ્યા છે, જેને પગલે કર્ણાટકમાં ગઠબંધનની સરકારને પાડવાની ભાજપની કોશિશ નાકામ થઈ ગઈ.

ભાજપનું ઓપરેશન લૉટસ

ભાજપનું ઓપરેશન લૉટસ

કર્ણાટકમાં કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર પાડવા માટે ભાજપે કેટલાય પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ રાજ્યમાં પોતાની સરકાર બનાવવામાં નિષ્ફળ થયા. જણાવી દઈએ કે કર્ણાટકમાં સરકારને 224 ધારાસભ્યોની સંખ્યા ઘટાડીને 211 સુધી લાવવી હતી, જેનો મતલબ હતો કે કોંગ્રેસના ઓછામાં ઓછા 14 ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપી દે. પરંતુ બાગી ધારાસભ્યોને આ વાતનો એહસાસ થયો કે તેમના રાજીનામાંથી કંઈ ફરક નહિ પડે કેમ કે તેમની સંખ્યા માત્ર 4-5 જ બચી હતી. આ તમામ ધારાસભ્યો અન્ય ધારાસભ્યોને રાજીનામું અપાવવા માટે રાજી ન કરી શક્યા.

બાગી નેતાઓએ રાજીનામું ન આપ્યું

બાગી નેતાઓએ રાજીનામું ન આપ્યું

બાગી ધારાસભ્યોને એ વાતની પણ જાણકારી હતી કે વિધાનસભા સ્પીકર તેમના રાજીનામા પર બીજું વલણ પણ અપનાવી શકે છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ભાજપ ફરી એકવાર પોતાના અભિયાનમાં નિષ્ફળ થઈ ગયું છે. આ લોકો ખોટી રીતે અમારા ધારાસભ્યોને ખરિદવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમને આ વખતે પણ નિરાશા સાંપડી.

ભાજપનું સપનું રહ્યું અધુરું

ભાજપનું સપનું રહ્યું અધુરું

આ બધાની વચ્ચે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ ભાજપના ધારાસભ્યોને કહ્યું કે ઓપરેશન લોટસ ખતમ કરી દેવામાં આવ્યું છે. તેમણે પાર્ટીના ધારાસભ્યોને કહ્યું કે તેમને ઉમ્મીદ હતી કે કોંગ્રેસના 12-15 ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે પરંતુ એવું ન થયું. 12 ધારાસભ્યો જેમણે આ વાતનું આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપશે, હવે તેમણે પણ પોતાનો ફેસલો બદલી નાખ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X