For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજની જાહેરાતોમાં સ્પેનના રસ્તા અને ઇરાનના ખેતરો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 નવેમ્બર: કોંગ્રેસે મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસે સરકાર પર પોતાની જાહેરાતોમાં વિદેશી ફોટાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે ભાજપની મધ્યપ્રદેશ એકમ પર પોતાની જાહેરાતોના માધ્યમથી લોકોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે કહ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણે પોતાની જાહેરાતોમાં જે ચમકતા રોડ દર્શાવ્યા છે, તે સ્પેનના છે અને હરિયાળા ખેતરો છે તે ઇરાનના છે.

દિગ્વિજય સિંહે કહ્યું છે કે આ પ્રમાણે નરેન્દ્ર મોદી કરતાં મોટા ફેંકુ તો શિવરાજ સિંહ ચૌહાણ થયા. દિગ્વિજય સિંહે આ ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પણ અપલોડ કર્યા છે.

shivraj-singh-chauhan

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે એવો કોઇ રસ્તો નથી જેના માધ્યમથી તે જનતાને બતાવી શકે કે તેને રસ્તા બનાવવાના ક્ષેત્ર શું કર્યું છે.

English summary
In allegations which could cause some discomfiture for BJP if proved correct, Union Minister Harish Rawat said that a highway and an agricultural field shown by the ruling party in a poll advertisement were not even located in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X