For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતાઓ સાથે સામે આવ્યો બાપુના પૂતળાને ગોળી મારનાર હિંદુ નેતાનો ફોટો

બાપુના ફોટાને ગોળી મારનાર સાથે હવે એક એવો ફોટો સામે આવ્યો છે જેમાં ભાજપ પણ ઘેરાતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં હિંદુ મહાસભાના સભ્યને કેમેરા સામે મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારતો જોવામાં આવ્યો હતો. આ વીડિયો 30 ડિસેમ્બરે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર બનાવવામાં આવ્યો. આમાં પૂજા પાસે ઉભેલા લોકો ગાંધીજીના ખૂની નાથુરામ ગોડસેની જય જયકાર કરી રહ્યા હતા અને પૂજાએ ગોળી ચલાવી. એવામાં હિંદુ નેતાની ખૂબ નિંદા થઈ પરંતુ હવે એક એવો ફોટો સામે આવ્યો છે જેમાં આ કેસમાં ભાજપ પણ ઘેરાતી જોવા મળી રહી છે.

આ ભાજપ નેતાઓ સાથે દેખાઈ પૂજા શકુન પાંડે

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જેએનયુની છાત્ર નેતા શેહલા રશીદે ટ્વીટર પર અમુક ફોટા શેર કર્યા છે જેમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી ઉમા ભરતી પૂજા શકુન પાંડે સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. એવામાં તેમને પૂજાના વિચારોના સહયોગી માનવામાં આવી રહ્યા છે. જો કે આ ફોટો માર્ચ 2017નો છે પરંતુ આના પર સવાલ ઉભા થઈ ગયા છે. શેહલા રશીદે ફોટો સાથે કેપ્શનમાં લખ્યુ કે, મહાત્મા ગાંધીની હત્યાને રિક્રિએટ કરનારી હિંદુ મહાસભાની નેતા પૂજા શકુન પાંડે જેમણે ગાંધીના હત્યારા ગોડસેના ફોટાને માળા પણ પહેરાવી હતી તે ભાજપના નેતાઓ સાથે પોઝ આપી રહી છે.

ગાંધીજીને શ્રદ્ધાંજલિ અંગે શિવરાજે કહ્યુ હતુ આવુ

ગાંધીજીને શ્રદ્ધાંજલિ અંગે શિવરાજે કહ્યુ હતુ આવુ

ગાંધીજીના ખૂની ગોડસેના ફોટોને માળા પહેરાવનાર પૂનમ શકુન પાંડે સાથે ભાજપના નેતાઓનો આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે. વળી, આનાથી વિપરીત મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ સપ્તાહે કહ્યુ હતુ કે મહાત્મા ગાંધી માટે અમારી આ શ્રદ્ધાંજલિ એ હશે કે અમે નિરક્ષરતા, ગરીબી અને હિંસાને આપણા સમાજમાંથી દૂર કરીએ.

પૂજા શકુન પાંડે સહિત 12 સામે કેસ નોંધાયો

પૂજા શકુન પાંડે સહિત 12 સામે કેસ નોંધાયો

30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ વર્ષે તેમની પુણ્યતિથિ પર પૂજાએ આ હત્યાને રિક્રિએટ કરીને ગોડસેની જય જયકાર કરી હતી. આનો વીડિયો સામે આવ્યા બાદથી તે વિવાદોમાં ઘેરાયેલો છે અને તેમની સાથે 12 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 'એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે' વિવાદમાં ગોવિંદા અને શિલ્પાને હાઈકોર્ટમાંથી મોટી રાહતઆ પણ વાંચોઃ 'એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે' વિવાદમાં ગોવિંદા અને શિલ્પાને હાઈકોર્ટમાંથી મોટી રાહત

English summary
Shivraj singh chauhan and uma bharti photo with pooja shakun pandey goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X