For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની શરતો પર શિવસેના બનશે સરકારનો ભાગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 2 ડિસેમ્બર: મહારાષ્ટ્રના રાજકારણના ''નેચરલ એલાઇઝ' એટલે ભાજપ અને શિવસેના ફરીથી એકસાથે આવી ગઇ છે. એ વાત અલગ છે કે જે શિવસેના અકડ બતાવી રહી હતી, તેને ભાજપની શરતોની આગળ નમવું પડ્યું છે.

ભાજપ અને શિવસેના વચ્ચે ગત લગભગ દોઢ મહિનાથી રકજક ચાલી રહી હતી. હવે ભાજપ શિવસેનાને 10 મંત્રી પદ આપવા માટે રાજી થઇ ગઇ છે. પરંતુ ડેપ્યુટી સીએમનું પદ શિવસેનાને મળી શક્યું નથી.

uddhavthackeray-shivsena-bjp

બુધવારે શિવસેનાના 10 મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે મહારાષ્ટ્રમાં સરકાર કેબિનેટનો વિસ્તાર પણ કરવાની છે. શિવસેનાએ ભાજપને સંદેશ મોકલ્યો છે કે તેમની પાર્ટી ડેપ્યુટી સીએમના પદ વિના સરકારમાં સામેલ થવા માટે તૈયાર છે. જે પદ ભાજપે શિવસેનાને આપ્યા છે તેમાં પીડબ્લ્યૂડી, ઉર્જા અને જળ સંશાધન મંત્રાલય આપવામાં આવ્યા હોવાના સમાચાર છે.

સૂત્રોનું માનીએ તો ભાજપે ઉદ્ધવ ઠાકરે આ ઓફરને પહેલી નજરમાં નકારી કાઢી હતી જેમાં તેમણે ગઠબંધનની સ્થિતિમાં ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટરનું પદ માંગ્યું હતું. ભાજપ દ્વારા જે ઓફર શિવસેનાને આપવામાં આવી તેમાં છ કેબિનેટ મિનિસ્ટર અને ચાર ટેસ્ટ મિનિસ્ટરની વાત કહેવામાં આવી છે.

English summary
Shivsena agrees on BJP terms now will become the part of government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X