
TRAI અધ્યક્ષના 'આધાર ચેલેન્જ' કેસ પર શિવસેનાએ મોદી સરકારને ઘેરી
શિવસેનાએ ફરી એકવાર વડા પ્રધાન મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પર હુમલો કર્યો. શિવસેનાના મુખપત્ર 'સામના' દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર આધારને લઈને જે પણ દાવાઓ કરે છે, તેનું સત્ય દુનિયાની સામે આવી ગયું છે. ટ્રાઈ અધ્યક્ષના આધાર ચેલેન્જને લગતા મુદ્દા પર શિવસેનાએ ભાજપ સરકાર પર આનો હુમલો કર્યો છે.

આધારના કેસ પર શિવસેનાએ સરકારને ઘેરી
શિવસેનાએ સરકાર પર હુમલો કરતા કહ્યું કે તેઓ હેકરના દાવા પર તેમના જવાબો આપે. સામનામાં કહેવામાં આવ્યું છે કે હેકરને શર્માની પુત્રીને એ જ આધાર નંબરની મદદથી ઇમેલ મોકલ્યો છે અને ધમકી આપી છે કે તે અનેક જાણકારીઓને સાર્વજનિક કરી નાખશે. શિવસેનાએ કહ્યું કે વાસ્તવિક મુદ્દાથીથી ભાગી શકાશે નહિ. સરકાર પર ભરોસો રાખનારાઓના બંધારણીય અધિકારોની આ બાબત છે.

ટ્રાઈ ચીફ
તે જ સમયે, UIDAIએ જણાવ્યું છે કે શર્માના કોઈ ડેટા ચોરી નથી થયા અને હેકર દ્વારા જે માહિતી શેર કરવામાં આવી તે પહેલાથી જ ગૂગલ પર ઉપલબ્ધ છે. જો કે, આ બાબતે ચર્ચા વધી ગઈ છે જ્યારે ટ્વિટર યુઝર હેકર હોવાનો દાવો કરે છે અને કહ્યું કે તેણે ટ્રાઇ ચીફના બેંક ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

આધાર અંગેના સરકારના દાવાઓ પર ઉઠ્યા પ્રશ્નો
જણાવીએ કે ટ્રાઇના ચીફ આર.એસ. શર્માએ તેમના આધાર નંબરને ટ્વિટર પર શેર કર્યો હતો અને તેમને ચુનોતી આપી હતી કે જેમણે ડેટા સિક્યોરિટી વિશે પ્રશ્નો પૂછતાં હતા કે આના કારણે નુકસાન થઇ શકે છે. આ પછી ટૂંક સમયમાં, ફ્રાન્સના હેકરએ ટ્વિટર પર ટ્રાઇ ચીફની કેટલીક ખાનગી માહિતી શેર કરી દીધી જેના પછી સરકારના દાવાઓ પર એક પ્રશ્ન ચિહ્ન લાગી ગયું હતું.