For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને શિવસેનાની અપીલ, દેશભરમાં બુરખા પર લગાવો પ્રતિબંધ

પીએમ મોદીને શિવસેનાની અપીલ, દેશભરમાં બુરખા પર લગાવો પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચૂંટણી માહોલમાં શિવસેનાએ વિવાદિત નિવેદન આપ્યું છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં માગણી કરી છે કે બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવે. પીએમ મોદી સમક્ષ શિવસેનાએ માંગણી રાખી છે કે આખા દેશમાં બુરખા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. શિવસેનાનું કહેવું છે કે જેવી રીતે શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો છે તે રસ્તે જ ચાલીને ભારતે પણ બુરખા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. જણાવી દઈએ કે શ્રીલંકાની સરકારે હાલમાં જ સિરિયલ બ્લાસ્ટ બાદ આખા દેશમાં બુરખા સહિત મોઢું ઢાંકી શકાય તેવા માસ્ક વગેરે જેવી વસ્તુ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સિરિયલ બ્લાસ્ટ ઈસ્ટરના અવસરે થયા હતા, જેમાં 250 જેટલા લોકોના જીવ ગયા હતા.

દેશભરમાં બુરખા પર પ્રતિબંધ

દેશભરમાં બુરખા પર પ્રતિબંધ

શિવસેનાનું કહેવું છે કે સરકારે માત્ર ત્રિપલ તલાક જ નહિ બલકે બુરખા પર પણ દેશભરમાં પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. મુખપત્ર સામનામાં છપાયેલ તંત્રીલેખમાં પીએમ મોદી પાસે માંગણી કરવામાં આવી છે કે જો શ્રીલંકા રાવણનો દેશ થઈને પણ બુરખા પર પ્રતિબંધ લગાવી શકે છે તો આખરે ભારત કેમ નહિ, જ્યારે ભારત તો રામનો દશ છે. સાથે જ શિવસેનાએ ગૃહ મંત્રાલયને લેખિતમાં માંગ કરી છે કે આખા દેશભરમાંથી બુરખા જેવી વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવે. લોકોને નકાબ પહેરી સાર્વજનિક સ્થળ, સરકારી કે પ્રાઈવેટ સંસ્થાનોમાં જવાની મંજૂરી ન હોવી જોઈએ, ભારતે પણ શ્રીલંકાના રસ્તે ચાલવું જોઈએ.

ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો

ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો

ગૃહ મંત્રાલયને લખેલ પત્રમાં શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તમારી સમક્ષ અપીલ કરીએ છીએ કે તમે એવા પ્રકારની નીતિ બનાવો, જેનાથી ભારતમાં આવા પ્રકારના આતંકી હુમલા ટાળી શકાય. અમે અપીલ કરીએ છીએ કે તમે નકાબને પૂરી રીતે પ્રતિબંધીત કરી દો. મહિલાઓને સાર્વજનિક સ્થલોએ નકાબ પહેરીને જવાની મંજૂરી ન હોવી જોઈએ. આવા પ્રકારના નકાના કારણે આતંકી પોતાનો ચેહરો છૂપાવી લે છે અને સીસીટીવી કેમેરામાં દેખાતા નથી. શ્રીલંકની સરકારે પહેલા જ આ નીતિ લાગૂ કરી દીધી છે.

આતંકી હુમલા બાદ શ્રીલંકા સખ્ત, આજથી બુરખા-નકાબ પર પ્રતિબંધઆતંકી હુમલા બાદ શ્રીલંકા સખ્ત, આજથી બુરખા-નકાબ પર પ્રતિબંધ

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ

જણાવી દઈએ કે ઈસ્ટરના અવસર પર શ્રીલંકમાં 8 જેટલા સિરિયલ બ્લાસ્ટ થયા, જેમાં 250 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ શ્રીલંકાએ આ હુમલા પાછળ ષડયંત્રકારોને પકડવા માટે ધરપકડને તેજ કરી દીધી હતી. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ શ્રીલંકામાં બુરખા નકાબ સહિતની વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

English summary
Shivsena demands Prime Minister Narendra Modi to ban Burqa across the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X