For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગજબ, એક જ રૂમમાં છોકરા અને છોકરીઓનું ચેકઅપ

જિલ્લા ચિકિત્સાલયમાં ભરતીમાં મેડિકલ ટેસ્ટ દરમિયાન ખુબ જ મોટી લાપરવાહી સામે આવી છે. યુવક અને યુવતીઓનું મેડિકલ ચેકઅપ એક જ ટીમ ઘ્વારા એક રૂમમાં કરવામાં આવ્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની પોલીસ ભરતી ખુબ જ ચર્ચામાં છે. ભરતી પહેલા અરજદારોની છાતી પર એસસી અને એસટી લખવાનો મામલો સામે આવ્યો હતો અને હવે જિલ્લા ચિકિત્સાલયમાં ભરતીમાં મેડિકલ ટેસ્ટ દરમિયાન ખુબ જ મોટી લાપરવાહી સામે આવી છે. યુવક અને યુવતીઓનું મેડિકલ ચેકઅપ એક જ ટીમ ઘ્વારા એક રૂમમાં કરવામાં આવ્યું. જયારે આ વીડિયો વાયરલ થયો ત્યારે હડકંપ મચી ગયો.

યુવતીઓ માટે કોઈ મહિલા ડોક્ટર અથવા નર્સ પણ નથી

યુવતીઓ માટે કોઈ મહિલા ડોક્ટર અથવા નર્સ પણ નથી

વીડિયોમાં જોઈ શકાય છે કે જિલ્લા ચિકિત્સાલયમાં યુવતીઓ સામે કેટલાક યુવકો અર્ધનગ્ન અવસ્થામાં મેડિકલ જાંચ માટે ઉભા છે. જયારે યુવતીઓના મેડિકલ ટેસ્ટ માટે કોઈ પણ મહિલા ડોક્ટર અથવા નર્સ નથી.

મીડિયામાં ખબર આવ્યા પછી હડકંપ

મીડિયામાં ખબર આવ્યા પછી હડકંપ

મીડિયામાં ખબર આવ્યા પછી યુવક અને યુવતીઓ માટે અલગ અલગ મેડિકલ ચેકઅપ ની સુવિધા કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશની ભીંડ પોલીસ લાઈનમાં 217 મહિલા અને પુરુષ પ્રમુખોની ભરતી કરવામાં આવી છે. જેમાંથી 39 યુવક અને યુવતીની મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. બધા જ ટેસ્ટ એક રૂમમાં જ કરી દેવામાં આવ્યા અને યુવતી માટે કોઈ પણ મહિલા ડોક્ટર અથવા નર્સ ના હતી.

વિવાદોમાં રહી આ ભરતી

વિવાદોમાં રહી આ ભરતી

આ આખા મામલામાં ભરતી બોર્ડનું કોઈ પણ સદસ્ય બોલવા માટે તૈયાર નથી. આ મામલે પ્રશાશન તરફ થી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી. આપણે જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા ખુબ જ વિવાદોમાં રહી. અરજીકર્તાના શરીર પર એસસી અને એસટી લખ્યા પછી વિપક્ષ ઘ્વારા ભાજપ સરકાર પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા હતા.

English summary
Shocking medical checkup of girls and boys in same room in madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X