ભારતીય સેના પર FIRના મામલે સુબ્રમણ્યમ સ્વામીના નિશાને રક્ષામંત્રી

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પથ્થરમારો પર સેના દ્વારા કરવામાં આવેલ ગોળીબાર મામલે સેના સામે નોંધવામાં આવેલ એફઆઇઆરમાં ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર સવાલ ઊભા કર્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના જ કોઇ નેતા પર નિશાન સાધ્યું હતું. રક્ષામંત્રી દ્વારા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના નિવેદનનું ખંડન કરવાના મામલે સુબ્રમણ્યમ સ્વામીએ તેમની આલોચના કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, 'એફઆઇઆર પર જમ્મુ-કાશ્મીરના સીએમ મેહબૂબા મુફ્તીએ વિધાનસભામાં આપેલ નિવેદનનું રક્ષામંત્રીએ ખંડન નથી કર્યું. આ મામલે રક્ષામંત્રીની એક અઠવાડિયાની ચુપ્પીને પાર્ટીએ ધ્યાનમાં લેવી જોઇએ. અમે સેના પર એફઆઇઆર દાખલ કરવાની વાતનો સ્વીકાર નહીં કરી શકીએ. જો કે, હજુ સુધી આ ટ્વીટ અંગે રક્ષામંત્રી તરફથી કોઇ નિવેદન નથી આવ્યું.'

nirmala sitharaman

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયે 10 ગઢવાલ રાયફલ્સના સૈનિકોનો કાફલો મૂવમેન્ટ માટે બાલપુરાથી અન્ય ઠેકાણે જઇ રહ્યો હતો. તેમની પર સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. સેનાના જેસીઓ દ્વારા ભીડને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી, આમ છતાં પથ્થરમારો ચાલુ રહ્યો હતો. આ દરમિયાન પથ્થર વાગતા જેસીઓ બેભાન થઇ ગયા હતા. એ પછી હવામાં ત્રણથી ચાર રાઉન્ડનો ગોળીબાર કરી પથ્થરબાજોને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ભીડ વધારે ઉગ્ર બની હતી. સેનાએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકોનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે સેનાના એખ મેજર અને જવાનો વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી અને સેનાએ પણ એક કાઉન્ટર એફઆઇઆર નોંધાવી હતી. આ મામલે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે.

English summary
Shopian Army Firing Subramanian Swamy Attacks Defence Minister Nirmala Sitharaman Over Her Silence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.