ટ્રાયલ રૂમમાં કેમેરા છૂપાવીને દુકાનદાર કરતો હતો આવું ગંદુ કામ

ટ્રાયલ રૂમમાં કેમેરા છૂપાવીને દુકાનદાર કરતો હતો આવું ગંદુ કામ

નવી દિલ્હીઃ નવી દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક દુકાનદારના ટ્રાયલ રૂમમાં કેમેરા લગાવેલો હોવાનો મામલો સમે આવ્યો છે છૂપાવીને લગાવેલ આ કેમેરામાં કપડાં બદલતી મહિલાઓનો વીડિયો રેકોર્ડ થઈ રહ્યો હતો. એક મહિલાએ કેમેરા પકડ્યો તો પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસની તપાસમાં હિડન કેમેરા હોવાની વાત સામે આવી છે.

દુકાનદાર વિરુદ્ધ FIR

દુકાનદાર વિરુદ્ધ FIR

મહિલાએ દુકાનદાર વિરુદ્ધ ચેન્જિંગ રૂમમાં અંતઃવસ્ત્ર બદલવા દરમિયાન તેનો વીડિયો બનાવવાની એફઆઈઆર નોંધાવી છે. મામલો 31 ઓગસ્ટનો છે. આોપી દુકાનદાર ફરાર થઈ ગયો છે. પોલીસ મુજબ તપાસમાં દુકાનદારના ડેટાબેઝમાં હિડન કેમેરાથી બનાવેલ કેટલીય મહિલાઓના આવા ફૂટેજ મળી આવ્યા છે. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

અંતઃવસ્ત્ર ખરીદવા ગઈ હતી મહિલા

અંતઃવસ્ત્ર ખરીદવા ગઈ હતી મહિલા

મહિલા પત્રકાર ગ્રેટર કૈલાશના એમ બ્લૉક સ્થિત માર્કેટ સ્થિત એક દુકાનમાં અંતઃવસ્ત્ર ખરીદવા ગઈ હતી. અહીં તેણે અંતઃવસ્ત્ર લીધા બાદ ટ્રાયલ રૂમમાં જઈ કપડાં બદલવા લાગી. થોડા સમય બાદ તેને કંઈક શક થયો. તેને માલૂમ પડ્યું કે જે ટ્રાયલ રૂમમાં તે કપડાં બદલી રહી હતી, તેમાં કેમેરા લગાવેલ હતો. એટલું જ નહિ દુકાનદાર તેને સ્ક્રીન પર જોઈપણ રહ્યો હતો.

મહિલા સ્ટાફે જ જણાવ્યું

મહિલા સ્ટાફે જ જણાવ્યું

મહિલાએ જણાવ્યું કે હું જ્યારે કપડાં બદલી રહી હતી તો સ્ટાફની જ એક મહિલા આવી અને મને બીજા ચેન્જિંગ રૂમમાં જવા કહ્યું. જ્યારે મહિલાએ આનું કારણ પૂછ્યું મહિલા સ્ટાફે હિડન કેમેરા હોવાની વાત કહી અને અડધા કપડાંમાં જ બીજા રૂમમાં મોકલી. આ વિશે દુકાનદારને વાત કરવામાં આવી તો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. મહિલાને જાણકારી મળતાં તેણે હંગામો મચાવ્યો અને પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરી દીધો અને આ મામલે ફરિયાદ નોંધાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X