For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા હત્યાકાંડઃ આજે આફતાબનો થશે નાર્કો ટેસ્ટ, પોલીસને તેના 'સારા' અને 'આજ્ઞાકારી' વર્તન પર શંકા

શ્રદ્ધા મર્ડર કેસમાં હવે દિલ્લી પોલીસ આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો આજે એટલે કે ગુરુવારે 01 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરશે.

|
Google Oneindia Gujarati News

Shraddha murder case: શ્રદ્ધા મર્ડર કેસમાં હવે દિલ્લી પોલીસ આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો આજે એટલે કે ગુરુવારે 01 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરશે. પોલીસ શક્ય તેટલી વહેલી તકે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગે છે જેથી એ જાણી શકાય કે તેના મગજમાં શું ચાલી રહ્યુ છે. આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યુ કે આફતાબ ખૂબ જ હોશિયાર છે અને ગમે ત્યારે કેસમાં નવો વળાંક લાવી શકે છે.

આફતાબના સારા વર્તન પર પોલીસને શંકા

આફતાબના સારા વર્તન પર પોલીસને શંકા

તેમણે કહ્યું કે આફતાબે પોલીસની સૂચનાનું સંપૂર્ણ પાલન કર્યુ છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો, પોલીસને સહકાર આપ્યો અને પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવવા સંમત થયા. પરંતુ હવે પોલીસને તેના 'સારા' અને 'આજ્ઞાકારી' વર્તન પર શંકા થવા લાગી છે.

મુંબઈ પોલીસને કરી રહ્યો હતો ગુમરાહ

મુંબઈ પોલીસને કરી રહ્યો હતો ગુમરાહ

તમને જણાવી દઈએ કે શરૂઆતમાં આફતાબ મુંબઈ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ મામલો દિલ્લી પોલીસના અધિકારક્ષેત્રમાં આવતાની સાથે જ તેણે તમામ ગુના કબૂલવાનુ શરૂ કર્યું. આવી સ્થિતિમાં પોલીસને શંકા છે કે આ તેના ષડયંત્રનો ભાગ હોઈ શકે છે.

આજે થશે નાર્કો ટેસ્ટ

આજે થશે નાર્કો ટેસ્ટ

હવે પોલીસ વહેલી તકે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગે છે. જેથી તેના મગજમાં ચાલી રહેલી તમામ બાબતો પોલીસની સામે આવે. કોર્ટ દ્વારા પોલીસને પહેલાથી જ 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર વચ્ચે નાર્કો ટેસ્ટની તારીખ નક્કી કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ પહેલા મંગળવારે દિલ્લી કોર્ટે દિલ્લી પોલીસને શ્રદ્ધા વૉકરના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો 1 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. આફતાબ પર તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાનુ ગળુ દબાવીને હત્યા કરવાનો અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે. તેના પર એવો પણ આરોપ છે કે તેણે શરીરના કપાયેલા અંગોને દિલ્લી અને ગુરુગ્રામના જંગલોમાં ડમ્પ કરતા પહેલા રેફ્રિજરેટરમાં રાખ્યા હતા.

સવાલોના આપી રહ્યો છે ભ્રામક જવાબ

સવાલોના આપી રહ્યો છે ભ્રામક જવાબ

પોલીસે અગાઉ કહ્યુ હતુ કે આફતાબ, જેણે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા, તે પ્રશ્નોના ભ્રામક જવાબો આપી રહ્યો હતો. દિલ્લી પોલીસે કોર્ટમાં કહ્યુ હતુ કે આફતાબ ખોટી માહિતી આપી રહ્યો છે અને તપાસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. દિલ્લી પોલીસે અત્યાર સુધીમાં 4 વખત પૂનાવાલાના પૉલીગ્રાફ ટેસ્ટ કરાવ્યા છે પરંતુ તે પૉલીગ્રાફ ટેસ્ટમાં અડચણ ઉભી કરી રહ્યો હતો.

English summary
Shraddha murder case: Aaftab Narco test today, his obedient behavior is suspicious
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X