Shraddha Murder Case : આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરાશે.
દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને દેશભરમાં રોષનો માહોલ છે. ઠંડા કલેજે હત્યા બાદ લાશના ટુકડા કરીને ઠેકાણે પાડનાર આરોપી આફતાબ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે ત્યારે હવે આફતાબના નાર્કો ટેસ્ટના સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને દેશભરમાં રોષનો માહોલ છે. ઠંડા કલેજે હત્યા બાદ લાશના ટુકડા કરીને ઠેકાણે પાડનાર આરોપી આફતાબ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે ત્યારે હવે આફતાબના નાર્કો ટેસ્ટના સમાચાર સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ માટે કોર્ટે પણ દિલ્હી પોલીસને પરમિશન આપી દીધી છે. હવે પોલીસ નાર્કો ટેસ્ટ દ્વારા સત્ય સુધી પહોંચવાના પ્રયાસ કરશે.
હાલ સુધીની વિગતો અનુસાર, આરોપી આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી લાશના 35 ટુકડા કર્યા હતા અને દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા. હવે છ મહિના બાદ આ ઘટનાનો ખુલાસો થયો છે. આ કેસમાં હાલમાં જ પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી છે.
દેશભરમાં હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે હવે આરોપી આફતાબે પણ હત્યાની કબૂલાત કરી છે. આરોપી આફતાબના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી. જેને લઈને આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને પછી પોતાનો ગુનો છુપાવવા માટે તેની લાશના 35 ટુકડા કરી દીધા.
આરોપી આફતાબે એ પણ કબૂલાત કરી છે કે, તેમના સંબંધો ઠીક નહોતા ચાલી રહ્યા અને અવારનવાર ઝઘડા થતા હતા. જેને લઈને તેણે શ્રદ્ધાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આફતાબે લાશનના ટુકડા રાખવા માટે એક મોટું ફ્રીજ ખરીદ્યું અને તેમાં 18 દિવસ સુધી ડેડ બોડી સ્ટોર કરી હતી. આરોપી રોજ રાત્રે એક ટુકડો બહાર ફેંકી આવતો હતો. હવે પોલીસે આ કેસના અંતિમ સત્ય સુધી પહોંચવા નાર્કો ટેસ્ટની પરવાનગી મેળવી છે.












Click it and Unblock the Notifications
