For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા હત્યાકાંડઃ દિલ્લી પોલીસને મળ્યા જડબા સહિત ઘણા હાડકાં, સર્ચ યથાવત

શ્રદ્ધા હત્યાકાંડમાં સોમવારે પોલીસને માનવ શરીરના બીજા અમુક અવશેષો મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

Shraddha Case: સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર ચકચારી શ્રદ્ધા વૉકર હત્યાકાંડની તપાસ કરી રહેલી દિલ્લી પોલીસને રોજ નવા પુરાવા મળી રહ્યા છે. આ ક્રમમાં સોમવારે પોલીસને માનવ શરીરના બીજા અમુક અવશેષો મળ્યા છે. તપાસ દરમિયાન ખોપડીનો નીચેનો ભાગ અથવા જડબુ મળ્યુ છે. આ સાથે જ હાડકાના બીજા ત્રણ ટૂકડા પણ મળ્યા છે. દિલ્લી પોલીસની ઘણા ટીમો શ્રદ્ધાના શરીરના અવશેષો શોધવામાં લાગેલી છે.

shraddha kurder

દિલ્લી પોલીસની ટીમ જંગલોમાં અને કચરાના ઢગલા શોધી રહી છે. શ્રદ્ધાનુ માથુ રિકવર કરવા માટે પોલીસ છતરપુર એન્ક્લેવનુ તળાવ પણ ખાલી કરાવી રહી છે. દિલ્લી પોલીસે સોમવારે વધુ માનવ અવશેષો મેળવ્યા છે. જેમાં મોટાભાગે હાડકાના ટુકડા છે. તપાસકર્તાઓને ખોપરીના નીચેના ભાગ અથવા જડબાનુ હાડકુ મળ્યુ. તમામ હાડકા એક જગ્યાએ મળી આવ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ પોલીસને જે હાડકાં મળ્યા છે તે માનવીઓના હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. નવા એકત્રિત કરવામાં આવેલા પુરાવા ફોરેન્સિક માટે મોકલવામાં આવશે. રવિવારે દિલ્લી પોલીસે છતરપુરના મેદાન ગઢીમાં એક તળાવમાંથી પાણી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને આશંકા છે કે આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વૉકરનુ માથુ કાપીને તેને ફેંકી દીધુ હશે. જોકે બાદમાં પોલીસે તળાવ ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. પોલીસ ડાઇવર્સની મદદથી તળાવને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરતા પહેલા ગાંજો પીધો હતો. જો નશો ઉતરતો તો ફરીથી તે ગાંજાનુ સેવન કરી લેતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ કે તે હિમાચલ પ્રદેશથી ગાંજો લઈને લાવ્યો હતો. જેના વિશે શ્રદ્ધા પણ જાણતી હતી. તે મુંબઈમાં પણ ગાંજાનો નશો કરતો હતો. તે કહે છે કે શ્રદ્ધા જાણતી હતી કે તે ગાંજાનો વ્યસની છે. તે આ બાબતે તેને અટકાવતી હતી. તેણે કહ્યુ કે તે દારૂ પીતો નથી, માત્ર બીયર પીવે છે.

દિલ્લી પોલીસની તપાસમાં એવુ પણ બહાર આવ્યુ છે કે શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ મુંબઈના વસઈથી કુલ 37 વસ્તુઓ દિલ્લી લાવ્યો હતો. દિલ્લી પોલીસે આ અંગે ગુડલક પેકર્સ અને મૂવર્સ સાથે સંકળાયેલા ગોવિંદ યાદવને સમન્સ પાઠવ્યુ હતુ. પૂછપરછ દરમિયાન ગોવિંદે જણાવ્યુ કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધા વૉકરની હત્યા કર્યાના લગભગ 18 દિવસ પછી 5 જૂને મુંબઈથી દિલ્લી માટે અમુક સામાન મંગાવ્યો હતો.

English summary
Shraddha Murder case: Delhi police recover part of jaw and other bones
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X