For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા હત્યાકાંડઃ CBI તપાસ માટે દિલ્લી હાઈકોર્ટમાં કરાઈ PIL, કહ્યુ - દિલ્લી પોલીસને નથી મળી રહ્યા પુરાવા

દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માટે એક વકીલ તરફથી દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

શ્રદ્ધા હત્યાકાંડઃ દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માટે એક વકીલ તરફથી દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે શ્રદ્ધા હત્યાકાંડ 6 મહિના પહેલા થયો હતો. આની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે કારણકે દિલ્લી પોલીસમાં પ્રશાસનિક-કર્મચારીઓની કમી અને આધુનિક તેમજ વૈજ્ઞાનિક ઉપકરણોના અભાવે પુરાવા મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. આના કારણે તપાસ પણ પ્રભાવિત થઈ રહી છે.

shraddha case

પોલીસના જણાવ્યા મુજબ 18 મેના રોજ શ્રદ્ધા વૉકરની હત્યા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબે કરી હતી. ત્યારબાદ મૃતદેહના 35 ટુકડા કરી દિલ્લીના મહેરૌલીના જંગલોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રદ્ધાના મિત્રો તેને ઘણા દિવસો સુધી મળ્યા ન હતા. આ પછી મિત્રોની ફરિયાદ પર શ્રદ્ધાના પિતાએ પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પાલઘર પોલીસને શ્રદ્ધાનુ છેલ્લુ લોકેશન દિલ્લીમાં મળ્યુ હતુ. જે બાદ મામલો દિલ્લી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

જ્યારે દિલ્લી પોલીસે આ મામલાની તપાસ કરી તો સનસનીખેજ ખુલાસા સામે આવ્યા. આ કેસમાં પોલીસે જ્યારે શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી હતી ત્યારે તેણે પહેલા ગુનો કબૂલ્યો ન હતો અને તે આડી-અવળી વાતો કરતો હતો. પહેલા તેણે પોલીસને કહ્યુ કે તે તેને છોડીને ઘણા દિવસોથી ભાગી ગઈ છે. તેને કંઈ ખબર નથી. જો કે, પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલ્યો હતો.

દિલ્લી પોલીસ હજુ સુધી શ્રદ્ધા વૉકરનું માથુ રિકવર કરી શકી નથી. જો કે, તેને મેહરૌલીના જંગલોમાં ચોક્કસપણે માનવ ખોપરી મળી છે. પરંતુ હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આ ખોપરી શ્રદ્ધાની છે કે કેમ. જો કે પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આફતાબ ડ્રગ્સનો બંધાણી હતો અને દરરોજ ડ્રગ્સ લેતો હતો. તેમજ અનેક યુવતીઓ સાથે તેના સંબંધો હતા. આ બાબતે તે શ્રધ્ધા સાથે ઝઘડો કરતો હતો. 18 મેની રાતે જ્યારે શ્રદ્ધાએ તેને નશો ન કરવા માટે ટોક્યો ત્યારે તેણે ગુસ્સામાં તેનુ ગળું દબાવીને હત્યા કરી દીધી. પછી મૃતદેહના 35 ટુકડા કરી ફ્રીઝમાં રાખી દીધા અને ધીરે ધીરે મૃતદેહના દરેક ટુકડાને મેહરૌલીના જંગલોમાં ફેંકી દીધા.

English summary
Shraddha Murder Case: PIL in Delhi High Court for CBI probe, petitioner says - Delhi Police not getting evidence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X