For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ કોરોના પૉઝિટીવ, શ્વાસ લેવામાં તકલીફ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કોરોના વાયરસ પૉઝિટીવ મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કોરોના વાયરસ પૉઝિટીવ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારબાદ તેમને ઑક્સિજન લગાવવામાં આવ્યો હતો. સાથે જ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. નૃત્ય ગોપાલ દાસ તબિયત ખરાબ હોવાની માહિતી મળતા જ મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રા સહિત તમામ અધિકારી અને કોવિડ-19ની સીતારામ આશ્રમ પહોંચ્યા હતા.

Nritya Gopal Das

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ જન્માષ્ટમીના પ્રસંગે મથુરા પહોંચ્યા હતા જ્યાં તેમની અચાનક તબિયત બગડી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. આ માહિતી બાદ મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રા સહિત તમામ અધિકારી અને કોવિડ-19ની ટીમ સીતારામ આશ્રમ પહોંચી ગઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે સીએમઓ અને તમામ ડૉક્ટર્સ નૃત્ય ગોપાલ દાસના ઈલાજ માટે આશ્રમ પહોંચી ચૂક્યા છે.

સમાચાર મુજબ નૃત્ય ગોપાલદાસનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમનો રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટ મુજબ તે કોરોના વાયરસ પૉઝિટીવ છે. હાલમાં તેઓ ઑક્સિજન પર છે. સાથે જ ડૉક્ટરોની ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે. આ તરફ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત બગડવાની સૂચના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ફોન પર તેમની તબિયત જાણી. યોગી આદિત્યનાથે મહંત નૃત્યગોપાલ દાસ, તેમના સમર્થકો અને મથુરા જિલ્લાધિકારી સાથે વાત કરી છે.

આ સાથે જ સીએમ યોગીએ મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર નરેશ ત્રેહાન સાથે વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલ દાસને જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે. સાથે તેમણે નૃત્ય ગોપાલ દાસના જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી. તમને જણાવી દઈએ કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંગળવારે સાંજે મથુરા પહોંચ્યા હતા. તે પોતાની સાથે સરયુ નદીનુ પવિત્ર જળ લઈને આવ્યા હતા. આ વખતે કૃષ્ણ જન્મસ્થાન પર કાન્હાને ત્રણ નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો.

દુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાયરસ? થાઈલેન્ડની ગુફાઓમાં મળ્યા મહત્વના સુરાગદુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાયરસ? થાઈલેન્ડની ગુફાઓમાં મળ્યા મહત્વના સુરાગ

English summary
Shri ram Janmabhoomi tirtha Kshetra Trust Chairman Nritya Gopal Das tested COVID19 positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X