For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલે કૂટ્યા ફરી છાજિયા, મોદીને ફેંક્યો ચર્ચાનો પડકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉપર કોંગ્રેસે જોરદાર પ્રહાર કર્યો છે. પહેલા સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ ડીએવીપી આંકડાઓ દ્વારા એ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે યુપીએ સરકારના શાસનકાળમાં સરદાર વલ્લભભાઇ પટેલની અવગણના કરવામાં આવી નથી. ત્યારબાદ કેન્દ્રીય કાયદા અને સંચાર મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું કે મોદી ખોટા આંકડાઓ રજૂ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીને ચર્ચા માટે પડકાર આપે છે.

આની સાથે જ સિબ્બલે સવાલ ઊઠાવ્યો કે મોદીની વિશાળ રેલિઓ પર ખર્ચ કરવા માટે રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે, જ્યારે ભાજપ બ્લેક મનીને લઇને આટલી બૂમો પાટી રહી છે. તેમણે જણાવ્યું કે 'મોદી ભવ્ય મંચ પરથી ભાષણો કરે છે. જો આપ કાળાનાણાના વિરોધી છો તો આપને પણ એ જણાવવું જોઇએ કે સ્ટેડિયમોમાં ખર્ચ થતા 10-15 કરોડ રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે.' સિબ્બલે જણાવ્યું કે મોદી વડાપ્રધાન બનાવા માટે ઉત્સુક છે, પરંતુ પારદર્શિતા અને જવાબદેહીમાં વિશ્વાસ નથી રાખતા,.

kapil sibal
કપિલ સિબ્બલે જણાવ્યું કે 'મોદીમાં એટલી હિમ્મત નથી કે તેઓ પ્રેસ કોન્ફ્રેન્સ કરી શકે અને તેમાં પૂછાનારા સવાલોનો જવાબ આપી શકે.' મોદીને કોઇપણ મુદ્દા પર ચર્ચા કરવાનો પડકાર ફેંકતા તેમણે જણાવ્યું કે મોદી મારી સાથે કોઇ પણ મુદ્દે હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં જે સ્થળે ઇચ્છે ત્યાં ચર્ચા કરી શકે છે. ગુજરાતના વિકાસ પર સવાલ ઉઠાવતા સિબ્બલે જણાવ્યું કે તેઓ માત્ર ખોટા આંકડાઓ રજૂ કરે છે.

સિબ્બલે એનડીએના કાર્યકાળ પર પણ નિશાનો સાધ્યો. તેમના અનુસાર, જેટલો વિકાસ એનડીએએના કાર્યકાળમાં થયો હતો, તેના ઘણોબધો વિકાસ યૂપીએ સરકારે કર્યો છે. પોતાની વાત રાખવા માટે તેમણે એનડીએ અને યૂપીએ સરકાર દરમિયાન જીડીપી અને પ્રતિવ્યક્તિ આવકના આંકડા પણ મૂક્યા. સિબ્બલ અનુસાર યુપીએના કાર્યકાળમાં જીડીપીમાં લગભગ 200 ટકાનો વધારો થયો છે જ્યારે પ્રત્યેક વ્યક્તિ આવકમાં ત્રણગણો વધારો થયો છે.

English summary
Accusing Narendra Modi of engaging in "politics of lies", Union minister Kapil Sibal on Friday challenged BJP's Prime Ministerial candidate to a debate as he stated that political discourse should move from individuals to issues affecting the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X