Karnataka: સિદ્ધારમૈયાની સરકારમાં એક ડઝનથી વધુ મંત્રીઓને મળી શકે છે જગ્યા, કોંગ્રેસ માટે છે આ મુશ્કેલીઓ
Karnataka: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકારમાં 15 મંત્રીઓ હોવાનુ માનવામાં આવે છે. જો કે, જે રીતે જી પરમેશ્વરાએ શપથગ્રહણ પહેલા ચેતવણી આપી છે કે જો દલિતોની અવગણના કરવામાં આવશે તો તેના પરિણામો સારા નહીં આવે, તેનાથી કોંગ્રેસ માટે 15 મંત્રીઓની પસંદગી કરવી મુશ્કેલ બની ગઈ છે.
કોંગ્રેસ વરિષ્ઠતા, જાતિ અને પ્રદેશને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પ્રથમ યાદી પસંદ કરવાનો પ્રયાસ કરશે. ઉપ મુખ્યમંત્રીનુ પદ સંભાળવા જઈ રહેલા ડીકે શિવકુમારે કહ્યુ છે કે હું અને સિદ્ધારમૈયા શુક્રવારે દિલ્હી જઈ રહ્યા છીએ, જ્યાં હાઈકમાન્ડ સાથે મંત્રીઓના નામ પર ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે જે રીતે પાર્ટી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીની ખુરશી આપવા માટે રાજી થઈ છે તે પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને શિવકુમાર પોતાના નજીકના લોકોને કેબિનેટમાં સામેલ કરી શકે છે.
આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના 22 એસસી, 15 એસટી ઉમેદવારો જીત્યા છે. જેમાં પરમેશ્વરા, કેએચ મુનીયપ્પા, એચસી મહાદેવપ્પા, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, શિવરાજ તંગદગી, રૂપકલા એમ અને અન્યનો સમાવેશ થાય છે.
આ પહેલા પરમેશ્વરાએ કહ્યું હતુ કે તેમને ઉપબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, જ્યારે કોંગ્રેસ-જેડીએસની સરકાર હતી ત્યારે પરમેશ્વરાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ જે રીતે ડીકે શિવકુમારને ઉપ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા તે પછી પરમેશ્વરાએ કહ્યું કે પાર્ટીએ દલિત સમુદાયની અપેક્ષાઓને ધ્યાનમાં રાખવી જોઈએ.
મંત્રીઓની યાદીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રામલિંગા રેડ્ડી, કેજે જ્યોર્જ, ક્રિષ્ના બાયરે ગૌડા, દિનેશ ગુન્ડુ રાવ અને ઝમીર અહેમદ ખાનના નામ મોખરે છે. આ સિવાય એનએ હેરિસનું નામ પણ ચર્ચામાં છે, તેમને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
કોંગ્રેસ પાર્ટી પાસે 34 લિંગાયત ધારાસભ્યો છે, તેથી એમબી પાટિલ, શરણ પ્રકાશ પાટીલ, લક્ષ્મણ પાટીલ, લક્ષ્મણ સવાડી ઈશ્વર ખંડ્રે, એસએસ મલ્લિકાર્જુન, લક્ષ્મી હેબલ્લારના નામો પણ કેબિનેટમાં સામેલ કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. વોક્કાલિગા સમુદાયની વાત કરીએ તો કેબિનેટની રેસમાં એન ચેલુવરાયસ્વામી, એચસી બાલક્રિષ્મા, કેએમ શિવલિંગે ગૌડાના નામ પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
